સુરતમાં કોરોનાનો કહેર ખતમ થવાનું નામ જ નથી લઇ રહ્યો. હાલ દરરોજ સરેરાશ 70 કેસ નોંધાય છે. અને આંકડો ત્રણ હજાર નજીક પહોંચી ગયો છે. ત્યારે 100 વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે લોકો આ બીમારીથી બચવા અનેકો ઉપાયો કરી રહ્યા છે. અનેક અંધશ્રદ્ધાના કેસો પણ સામે આવ્યા છે. ત્યારે આવી કેસ ઘટના સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. જેને સાંભળીને નવાઈ લાગશે પણ આ સત્ય ઘટના છે.
કોરોનાને ભગાડવા સુરતીની અજીબ માનતા

મળતી માહિતી મુજબ સુરતના એક વેપારીએ આ મહામારીને રોકવા એક માનતા માની છે. આ વેપારી કોરોનાને ભગાડવા દરરોજ તાપી નદીમાં 500 કિલો બરફ નાખે છે. તેણે અત્યાર સુધીમાં કુલ 3500 કિલો બરફ તાપી નદીમાં નાખ્યો છે.
સુરતના એક વેપારીએ તાપી નદીને ઠંડી કરીને કોરોના ભગાડવા રોજ તેમાં 500 કિલો બરફ નાંખે છે. તે સાત દિવસમાં સવાર સાંજ બે ટાઈમ વિવેકાનંદ બ્રિજ પરથી 500 કિલો બરફ નદીમાં નાખે છે. બરફ નાખતા એક વ્યક્તિને જ્યારે તેના વિશે પુછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે, મારા સાહેબ કોરોના ભગાડવા બરફ નાંખવાની માનતા રાખી છે.
આ પણ વાંચો : અનલોક-1 માટે ધાર્મિક સ્થળ, હોટલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ અને ઓફિસોને લઇ સરકારની નવી ગાઈડલાઈન
