આજની મેચમાં બે અનુભવી કેપ્ટનો મહેન્દ્રસિંહ ધોની અને ડેવિડ વોર્નર વચ્ચે મેચ રમાશે. આજની મેચ દુબઈ ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ પર સાંજે 7:30 વાગ્યાથી શરુ થશે. 6 દિવસના વિરામ બાદ આજે ચેન્નાઈ સુપરકિંગ્સની ટીમ ભારે ટક્કર આપવા તૈયાર છે. આજની મેચમાં અંબાતી રાયડુ અને બ્રાવોએ કમબેક કરવાથી આજે ટીમની તાકાતમાં વધારો થયો છે. IPLના પોઈન્ટ ટેબલમાં બન્ને ટીમ તળિયે છે માટે આજની મેચ બંને ટીમ માટે મહત્વપૂર્ણ રહેશે.

પ્રદર્શનના મામલે બંને એકસરખી જ છે. બન્ને ટીમ તેની પ્રથમ ત્રણ મેચમાં એક-એક જીત મેળવી છે. પરંતુ, રનરેટમાં હૈદરાબાદની હાલત ચેન્નાઈ કરતાં સારી છે. પોઇન્ટ ટેબલમાં ચેન્નાઈ આઠમા અને હૈદરાબાદ સાતમા ક્રમે છે. રાજસ્થાન અને દિલ્હી સામેની હારમાં ચેન્નાઈના અંબાતી રાયડુની કમી અનુભવાઈ હતી. રાયડુએ મુંબઈ સામેની જીતમાં પોતાનો મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ત્યારબાદ ઈજાને કારણે બે મેચમાં તેમણે આરામ કરવો પડ્યો હતો.

જયારે, બીજી તરફ ચેન્નાઈના સ્ટાર ઓલરાઉન્ડર બ્રાવો પણ કેરેબિયન પ્રિમીયર લીગ દરમિયાન ઈજામાંથી સંપૂર્ણ સાજો થયો ન હોવાથી પ્લેઈંગ ઈલેવનમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો. પરંતુ હવે આ બન્ને ફીટ થઈ ગયા હોવાથી આજની મેચમાં ભાગ લેશે. રાયડુના આવી જવાથી મુરલી વિજય અથવા ઋતુરાજ ગાયકવાડ અને બ્રાવોના આવી જવાથી જોશ હેઝલવુડ અથવા સેમ કરેન મેચમાં શામેલ થઇ શકશે. અને આ બન્ને ખેલાડીઓને રમાડશે તો શેન વોટસનને આરામ અપાઈ શકે છે.
આ પણ વાંચો : 1918માં પાટીદાર સુરતના આશ્રમથી ગાંધીજીએ શાની કરી હતી હાકલ
આજે હૈદરાબાદની ટીમમાં કેન વિલિયમસનના આવી જવાથી ટીમની તાકાતમાં વધારો થયો છે. જેમાં અન્ડર-19નો કેપ્ટન પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા અને યુવા કાશ્મીરી ઓલરાઉન્ડર અબ્દુલ સમદનો સમાવેશ થાય છે. જોની બેરિસ્ટો છેલ્લી મેચમાં અત્યંત જવાબદારી સાથે રમ્યો હતો. હાલની મેચોમાં ડેવિડ વોર્નર પોતાનું સારું પ્રદર્શન કરી શક્યો નથી. આ ઉપરાંત મનિષ પાંડે તેની ઉપયોગીતા સિદ્ધ કરી રહ્યો છે. વર્લ્ડ નંબર વન બોલર રાશિદ ખાનને ભુવનેશ્વર કુમાર અને યોર્કર સ્પેશ્યાલિસ્ટ ટી.નટરાજનનો સાથ મળી રહ્યો છે. અત્યાર સુધી બન્ને ટીમ વચ્ચે 12 વખત ટક્કર થઈ છે જેમાં 9 વખત ચેન્નાઈ અને 3 વખત હૈદરાબાદે જીત મેળવી છે.
