5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામમંદિર(Ayodhya Ram Temple)નું ભૂમિ પૂજન કરવામાં આવસે, જેને લઇ અયોધ્યામાં જોરોમાં તૈયારી ચાલી રહી છે. ભૂમિ પૂજન કાર્યક્રમમાં PM મોદી(PM Modi) ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ત્યારે રામ મંદિરના નિર્માણ સ્થળની 2000 ફીટ નીચે એક ટાઈમ કેપ્સ્યુલ(Time capsule) મુકવામાં આવશે. કારણ કે કોઈ મંદિરના ઇતિહાસ વિષે જાણવા આવે તો તેને તેના તથ્યો મળી રહે.
મંદિરની 2000 ફીટ નીચે ટાઈમ કેપ્સ્યુલ મુકાશે
રામ જન્મભૂમિ ટ્રસ્ટના એકમાત્ર દલિત સભ્ય કામેશ્વર ચૌપાલે જણાવ્યું, સુપ્રીમ કોર્ટમાં લાંબા સમય સુધી ચાલતા સંઘર્ષને અત્યારની અને આવનારી પેઢીને એક નવો રસ્તો આપ્યો છે. રામ મંદિર નિર્માણ સ્થળની 2000 ફીટ નીચે એક ટાઈમ કેપ્સૂલ રખાશે જેથી ભવિષ્યમાં કોઈ પણ રામ મંદિરનો ઈતિહાસ જાણવા ઇચ્છે તો તેને રામ જન્મભૂમિ સાથેના તથ્યો મળી રહે. અને કોઈ વિવાદ ન સર્જાશે. આ ટાઈમ કેપ્સૂલને તામ્રપત્રમાં મુકવામાં આવશે.
આ રીતે થશે મંદિરનું ભૂમિ પૂજાન
કામેશ્વર ચૌપાલના જણાવ્યા મુજબ, 5 ઓગસ્ટે થનારા ભૂમિપૂજનમાં દેશની અનેક પવિત્ર નદીઓથી જળ અને અનેક તીર્થથી માટી લવાઈ રહી છે. પવિત્ર જળથી અભિષેક કરાશે. ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીં 5 ઓગસ્ટે ભૂમિ પૂજન કરશે અને શિલાન્યાસ કરશે.
મળતી માહિતી મુજબ, રાજ્યોના મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના અધ્યક્ષ મોહન ભાગવત સમારોહમાં હાજર રહેશે. ભગવાન રામના મંદિરના ભૂમિ પૂજનને દિવાળીની જેમ ઉજવવાની યોજના છે. આ દિવસે દેશમાં દરેક ઘરો અને મંદિરોમાં દિવા અને મીણબત્તીઓ પ્રગટાવવામાં આવશે.
આ પણ વાંચો : સુરતમાં હવે કર્મચારીઓ અને તંત્ર સામ-સામે, કોરોના સંક્રમિત માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ
