અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક નવો પ્રયોગ કરવા જઈ રહી છે જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશન કાપેલા વૃક્ષોનો ઉપયોગ કેવી રીતે થઇ શકે તે માટે લોકોને જાગૃત કરી રહી છે અમદાવાદ મ્યુનિ. કોર્પો.ના બગીચા વિભાગ દ્વારા વૃક્ષોના થડમાંથી ચિપ્સ બનાવી તેનો ખાતર તરીકે ઉપયોગ કરવાનો એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે અને આના માટે ખાસ પ્રકારના એખ મશીનની પણ ખરીદવામાં આવી છે

ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જિગ્નેશ પટેલેના જણાવ્યા અનુસાર,
શહેરભરમાંથી કાપવામાં આવતા વૃક્ષોના લાકડા પર જે નાની નાની ડાળીઓ હોય છે તેને નાના ટુકડા કરવામાં આવે છે એ નાના ટુકડાઓને વૂડચીપર નામના મશીનમાં ભૂકો કરવામાં આવે છે અને તેનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે. આ ખાતર ખાસ કરીને શહેરના વિવિધ વિસ્તારમાં વૃક્ષો વાવવામાં આવે છે જેના ઉછેર માટેના ખાતર તરીકે કરવામાં આવે છે.
જુલાઈ-ઓગસ્ટ માસમાં મ્યુનિ. દ્વારા શહેરમાં ૧૧ લાખ ૮૦ હજાર વૃક્ષો વાવીને નવો રેકર્ડ સ્થાપવામાં આવ્યો છે. આ રેકર્ડ માટે મેયર અને મ્યુનિ. કમિશનરે બગીચા ખાતાને અભિનંદન પાઠવીને સરાહના કરી છે.
