ભારતીયોને પોતાના દેશમાં પરત લાવવા રોમાનિયા પહોંચેલા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને રોમાનિયાના મેયરનો વીડિયો સોશિયલ મીડિયા ફરતો થયો છે. જેમાં સિંધિયા અને રોમાનિયાના મેયર વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓને લઈને કેટલીક વાતચીત જોવા મળી રહી છે. વાતચીત દરમિયાન રોમાનિયાના મેયર અને સિંધિયા વચ્ચે થોડી ગરમાગરમી જોવા મળી હતી. જો કે, વાતચીત દરમિયાન, સિંધિયા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલી મદદ માટે રોમાનિયન પ્રશાસનનો આભાર માનતા જોવા મળે છે.
Jumlas can work in India, but not on foreign soil. See how Romanian Mayor schooled the Civil Aviation Minister Jyotiraditya ScIndia at a relief camp.
— Salman Nizami (@SalmanNizami_) March 3, 2022
- Explain to them when they will leave home. I provided them shelter & food, not you!
.. students clap! 👏 pic.twitter.com/Shu4wUFtpA
મળતી માહિતી મુજબ સિંધિયા રોમાનિયાના એક શહેરમાં ફસાયેલા ભારતીય બાળકોને મળવા ગયા હતા. તેઓ વિદ્યાર્થીઓ સાથે સરકારના પ્રયાસો વિશે વાત કરી રહ્યા હતા ત્યારે ત્યાના મેયર તેમને બોલતા અટકાવ્યા હતા તેવો એક વીડિયો ફરતો થયો હતો. જેમાં રોમાનિયાના મેયર કહે છે કે તમે ફક્ત તમારા વિશે વાત કરો. વીડિયોમાં જોવા મળે છે કે સિંધિયા આના પર થોડા અસ્વસ્થ છે અને એક રીતે નારાજ થઈને કહે છે કે હું નક્કી કરીશ કે હું શું કહીશ? મેયરે ફરીથી તેમને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે તમે તમારું કામ કરો, અમે આ બાળકોના રહેવા-જમવાની વ્યવસ્થા કરી રહ્યા છીએ, તમે નહીં. જ્યારે તમે તેમને ઘરે લઈ જશો ત્યારે તમે તેમને કહો.
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ત્યાં બેઠેલા વિદ્યાર્થીઓ તાળીઓ પાડીને મેયરનું સમર્થન કરે છે. આ વીડિયોને લઈને જ્યોતિરાદિત્ય સિંધિયા સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રોલ થઈ રહ્યા છે. જોકે, ગુજરાત ગાર્ડિયન આ વાયરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી. રોમાનિયાના મેયર અને જ્યોતિરાદિત્ય સિંધિયા વચ્ચે તુ તુ-મૈં મૈંના આ વીડિયોને લઈને કોંગ્રેસના ઘણા નેતાઓએ ટ્વિટ કરીને મોદી સરકારને ઘેરવાનું શરૂ કર્યું છે. કોંગ્રેસના નેતા સલમાન નિઝામીએ વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે ‘જુમલા ભારતમાં કામ કરે છે પરંતુ વિદેશની ધરતી પર નહીં. જુઓ કેવી રીતે રોમાનિયાના મેયરે રાહત શિબિરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને કહ્યું કે, તમે અહીંથી ક્યારે નીકળશો. અમે રાહત શિબિરમાં જગ્યા અને ખોરાક આપી રહ્યા છીએ, તમે નહીં. કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે આ દરમિયાન વિદ્યાર્થીઓએ તાળીઓ પાડી.