બૉલીવુડ અભિનેતા આમિર ખાન(Amir khan)ની તુર્કીની ફર્સ્ટ લેડી(turkey’s first lady)ની મુલાકાત પર બબાલ ચાલુ છે. સોશિયલ મીડિયા(Social midia) પર સોમવારથી જંગ ચાલુ છે. ત્યાં જ બીજેપી નેતા ઉમા ભારતી(uma bharti) અને વિશ્વ હિન્દૂ પરિષદે(VHP) પણ તેમની મુલાકાત પર સવાલ ઉઠાવ્યા છે. ખરેખર ભારત અને તુર્કી વચ્ચે સબંધ સારા નથી, એવામાં તુર્કીની પ્રથમ મહિના એમીન એર્ડોગન(Emine Erdogan) સાથે મુલાકાત કરવી આ લોકો પસંદ નથી આવી.’
ઉમા ભારતીએ આપી નસીહત
આ મામલે બીજેપી વરિષ્ઠ નેતા ઉમા ભારતીએ પણ નિવેદન આપ્યું છે. તેમણે આમિર ખાનને નસીહત આપતા કહ્યું, ‘આ શર્મનાક અને દુઃખદ છે. તેઓ ફિલ્મ એક્ટર હોઈ શકે. મારા પણ ફેવરિટ છે પરંતુ દેશ અમારા માટે સૌથી ફેવરિટ છે. તેમણે યાદ રાખવું જોઈએ કે દેશની અસ્મિતા મામલે તમે કોઈ લિબર્ટી નથી.’
VHPએ ઉઠાવ્યા સવાલ
આમિર ખાન પર સવાલ ઉઠાવતા VHPએ કહ્યું, ‘કેટલાક અભિનેતા પોતાના આર્થિક હિત માટે રાષ્ટ્રીય હિતોની કદર નથી કરતા. કોઈ જઈ પાકિસ્તાનના બાજવાને મળે છે, તો કોઈ તુર્કીની ફર્સ્ટ લેડી પાસે આશીર્વાદ પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે.’
VHPના રાષ્ટ્રીય પ્રવક્તાએ વિનોદ બંસલે કહ્યું, ‘આ તુર્કી એ જ છે જેણે 370 હટાવવાનો વિરોધ કર્યો હતો. રામ મંદિરનો વિરોધ કર્યો હતો, ભારતની આંતરિક મામલામા હસ્તક્ષેપ કરવાનો નિર્થક પ્રયાસ કર્યો હતો આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ભારતનો વિરોધ કર્યો હતો, શું એમનો આશીર્વાદ જ બચ્યો હતો તમારા માટે ?’
આમિર ખાનની આ મુલાકાતનો શા માટે થઇ રહ્યો છે વિરોધ
આમિરની આ મુલાકાતની વિરોધનું સૌથી મોટું કારણ છે ભારત અને તુર્કીનો સબંધ. તુર્કીએ જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાનો વિરોધ કર્યો હતો. ગયા મહિને બકરી ઈદના અવસર પર પણ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્ડોગનએ પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન અને રાષ્ટ્રપતિ આરીફ અલ્વી સાથે મુલાકાત કરી કાશ્મીર મામલે પાકિસ્તાનનું સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું હતું। તુર્કીના રાષ્ટ્રપતિ હંમેશા ભારત વિરોધી નિવેદન આપવા માટે ઓળખાય છે. આમિર ખાનની આ મુલાકાત પ્રાયવેટ છે, પરંતુ લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
શોશિયલ મીડિયા પર જંગ
સોશિયલ મીડિયા યુઝર્સેના એક વર્ગે બંને દેશો વચ્ચેના સંઘર્ષના મુદ્દાને લઇ બંનેની મુલાકાત પર નાખુશી જાહેર કરી. યુઝરે લખ્યું। ‘આમિર ખાનને શરમ કરો.’ ત્યારે બીજા એ લખ્યું, ‘બંને દેશોના મુદ્દા જાણતા છતાં આમિર એમને ની મળવું જોઈતું હતું।’
કંગનાએ અમીરના સેક્યુલરિઝમ પર સવાલ ઉઠાવ્યા
અભિનેત્રી કંગના રનૌતે આમિર ખાન પર કટાક્ષ કરતા કહ્યું કે એમના બાળકોએ માત્ર ઇસ્લામનું પાલન કરવું જોઈએ. કંગના રાનૌતની ટીમે આમિરનો જૂનો વિડીયો ટ્વીટ કર્યો, જેમાં આમિર પોતાની પર્શનલ લાઈફ અંગે જણાવી રહ્યા હતા કે તેમના બાળકો હિન્દૂ હોવા છતાં માત્ર ઇસ્લામનું જ પાલન કરશે. કંગનાએ આ વિડીયો શેર કરી આમિર ખાનની ધર્મનિરપેક્ષતા પર સવાલ ઉભા કરી દીધા.
કંગનાએ ટ્વીટ કરી લખ્યું, ‘હિન્દૂ-મુસ્લિમ = મુસ્લિમ આ તો કટ્ટરપંતી છે. લગ્નનું પરિણામ માત્ર જીવન અને સંસ્કૃતિઓનું મિશ્રણ નથી પરંતુ ધર્મનું પણ છે. બાળકોને અલ્લાહની ઈબાદત પણ શીખવો અને કૃષ્ણની ભક્તિ પણ, આ જ ધર્મનિરપેક્ષતા છે ? આમિર ખાન’
કઈ ફિલ્મ માટે થઇ આ મિટિંગ ?
‘લાલ સિંહ ચઢ્ઢા’ ફિલ્મ હોલીવુડ અભિનેતા ટોમ હેન્કસની 1994માં આવેલ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ ની રીમેક છે. ફિલ્મમાં કરીના કપૂર ખાન પણ છે. આ ફિલ્મ ક્રિસ્મસમ પર 2021માં રિલીઝ થશે. આ પહેલા આ ફિલ્મ 25 ડીસેમબર 2020ના રોજ રિલીઝ થવાની હતી.
