બૉલીવુડ એક્ટર (Bollywood) આમિર ખાન ફરી એક વખત વિવાદોમાં ફસાયા છે. આ સમયે તેઓ પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ની શુટિંગ માટે તુર્કી(Turkey)માં છે. આ દરમિયાનતેઓએ રવિવારે તુર્કીના રાષ્ટ્રપતિની પત્ની એમીન એર્ડોગન (Emine Erdogan) સાથે મુલાકાત કરી. ઈસ્તાનબુલ(Istanbul) સ્થતિ રાષ્ટ્રપતિ ભવન હુબર મેન્શન(Huber Mansion)માં થયેલ એક મુલાકાતની ફોટો તુર્કીની ફર્સ્ટ લેડી એમીનએ સોશિયલ મીડિયા પર શેર કરી. આ મુલાકાત પછી આમિર ખાન સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે તુર્કીના રાષ્ટ્રપતિ, જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવા વિરુદ્ધ નિવેદન આપી ચુક્યા છે. એવામાં આમિર અને તુર્કીની પ્રથમ મહિલાની મુલાકાતને લઇ ભારતમાં સોશિયલ મીડિયા પર યુઝર્સ તેમના વિરુદ્ધ નારાજગી જતાવી રહ્યા છે.
ઈઝરાઈલના પીએમને મળ્યા ન હતા
એની સાથે જ સોશિયલ મીડિયા પર લોકો આ મુલાકાતને બીજા વિષય, ‘વર્ષ 2018માં ઈઝરાઈલના પીએમ બેન્જામિન નેતન્યાહુંની ભારત મુલાકાત સાથે જોડી જોઈ રહ્યા છે. એ સમયે ઈઝરાઈલના પીએમએ બોલીવુડના ઘણા સેલિબ્રિટીઓ સાથે મુલાકાત કરી હતી. પરંતુ શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન આ મુલાકાતનો ભાગ ન બન્યા હતા. સોશિયલ મીડિયા પર લોકોનું માનવું છે કે ઈઝરાઈલ જે ઘણા આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતને સાથ આપી ચૂક્યું છે, એ દેશનાના પીએમને મળવાથી ઇન્કાર કરી ચુક્યા છે. પરંતુ જે દેશ ભારત વિરુદ્ધ નિવેદન આપતું રહે છે એ દેશની પ્રથમ મહિલાના મહેમાન બનીને આમિર ખુશ છે.
પહેલા પણ આવી ચુક્યા છે વિવાદોના ઘેરામાં
જણાવી દઈએ કે આમિર આ પહેલા પણ ઘણી વકત કટ્ટર હિન્દુવાદી સંગઠનના નિશાના પર રહી ચુક્યા છે. આમિર ખાનના ‘અસહિષ્ણુતા’ થી સંબંધિત નિવેદને દેશમાં બબાલ કરાવી ધીધી હતી.
ફિલ્મ પીકેને લઇ ને પણ હિન્દુવાદી સંગઠનોએ એમના પર હાલ્લા બોલ કરી હતી. જણાવી દઈએ કે કોરોના મહામારીના કારણે ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ની શુટિંગ અટકી ગઈ હતી.
આ પણ વાંચો : ભારે વરસાદથી પ્રભાવિત વાહન વ્યવહાર, રાજ્યના 300થી વધુ રસ્તાઓ બંધ
