સુરત મહાનગર પાલિકાના આવકના મુખ્ય સ્ત્રોત એવા વેરાનું જંગી લેણું બાકી છે. જેથી આમ આદમી પાર્ટી દ્વારા RTIમાં મળેલા જવાબ સાથે આક્ષેપ કરવામાં આવ્યાં છે કે, SMC દ્વારા વેરા વસુલાતમાં ખાનગી કંપનીઓ, મોબાઇલ ટાવરો, બેકોં, મિલો અને પાર્ટી પ્લોટો પાસેથી બાકી વેરા ઉઘરાણામાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. જેના કારણે સામાન્ય જનતા પર વેરાનો બોજો વધ્યો છે.આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે, મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચાર અને મિલીભગત કરીને 732.34 કરોડ રૂપિયાનો વેરો ઉઘરાવવાનો બાકી રાખ્યો છે. વેરાનું ઉઘરાણું ન કરીને પાલિકાએ 200 કરોડની લોન લઈને પ્રજાને દેવાદાર બનાવી છે એ શાસકોની અણઆવડત દર્શાવે છે.
સમગ્ર દેશમાં સૌથી ઝડપથી વિકસિત શહેરમાં સુરતનું નામ આવે છે ત્યારે તેના તંત્ર સામે મોટો આરોપ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવી રહ્યો છે. સુરત મનપાના આવકના સ્ત્રોત એવા વેરાનું મોટું બિલ હજી બાકી હોવાનો અને તેમાં ભ્રષ્ટાચાર થયાની વાત ‘આપ’ દ્વારા RTIમાં મળેલા જવાબ સાથે કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તાએ કહ્યું કે, મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચાર અને મિલીભગત કરીને 732.34 કરોડ રૂપિયાનો વેરો ઉઘરાવવાનો બાકી રાખ્યો છે. વેરાનું ઉઘરાણું ન કરીને પાલિકાએ 200 કરોડની લોન લઈને પ્રજાને દેવાદાર બનાવી છે એ શાસકોની અણઆવડત દર્શાવે છે.

AAPના ગુજરાત પ્રદેશ પ્રવકતા યોગેશ જાદવાણીએ RTI દ્વારા મેળવેલી માહિતીના પુરાવા આધારે સુરત મહાનગરપાલિકાનો ભ્રષ્ટાચાર ઉજાગર કરતા જણાવ્યુ હતુ કે,SMC દ્વારા મિલીભગત કરીને વેરા બાકી રાખવામાં આવ્યાં છે. વર્ષ 2016-17 ની સરખામણીમાં 2020-21 માં 308% નો વેરો થયો છે. જે વર્ષ 2016-17 ની સરખામણીમાં 2018-19 માં 116% નો વેરામા વધારો કર્યો છે.
બાકી વેરો રૂપિયાની વિગત
1. ઉધના ઝોન (17/12/20 સુધી)1,78,75,05,605
2. અઠવા ઝોન (9/12/20 સુધી)
86,84,47,658
3. રાંદેર ઝોન (11/12/20 સુધી)
34,95,65,539
4. વરાછા ઝોન-એ (10/12/20 સુધી)
69,78,84,874
5. વરાછા ઝોન-બી (14/12/20 સુધી)
39,64,37,181
6. લિંબાયત ઝોન (17/12/20 સુધી)
87,16,11,631
7. કતારગામ ઝોન (20/12/20 સુધી)
88,35,81,012
8. સેન્ટ્રલ ઝોન (16/12/20 સુધી)
1,46,84,51,305
ટોટલ બાકી વેરો રૂ. 7,32,34,84,806
વધુમાં જાદવાણીએ જણાવ્યું હતુ કે, આટલી મોટી માતબર રકમ SMC દ્વારા વસુલાતમાં બાકી છે જેનો ભોગ સામાન્ય અને ગરીબ લોકો બની રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે જે SMC દેશની ધનાઢ્ય કોર્પોરેશન ગણાતી તે SMC આ ભાજપ શાસકોના અણધડ નિર્ણય, તઘલખી વહિવટ અને ભ્રષ્ટ અધિકારીઓના કારણે ૨૦૦ કરોડની લોન લઈને દેવાદાર બની ગઈ છે.
વેરા ન ઉઘરાવી લોકોને દેવાદાર કરાયા
આપ દ્વારા આક્ષેપ સાથે કહેવામાં આવ્યું કે, SMCએ 732 કરોડનો વેરો ઉઘરાવવાનો બાકી છે, તે ઉઘરાવવાના બદલે 200કરોડની લોન લઇને સુરતની જનતાને દેવાદાર બનાવી છે.વેરા ઉઘરાણીમાં 63 ટકાનું ગાબડું પડ્યું છે. આટલી મોટી માતબર રકમ SMC દ્વારા વસુલાતમાં બાકી છે જેનો ભોગ સામાન્ય અને ગરીબ લોકો બની રહ્યા છે.