સચીન GIDC વિસ્તારમાં પિતા સાથે રામલીલા જોવા ગયેલી 4 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ઝડપી પડ્યો હતો. આરોપી સચીન GIDC વિસ્તારમાં લુમ્સ કારખાનામાં કામ કરનાર કારીગરે છે. સીસીટીવીના આધારે પોલીસે પાંચ દિવસ પછી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીને પકડવા સ્કેચ જાહેર કરી 50 હજારનું ઇનામ પણ જાહેર કર્યું હતું
બાળકી રાત્રીના સમયે પિતા સાથે રામલીલા જોવા ગઈ હતી ત્યાંથી બાળકીનું અપહરણ કરી તેની સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। રાત્રે બાળકી મડસખે 4 વાગ્યા જેવી ગરે પહોંચી હતી. અને બીજે દિવસે બાળકીના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીને પકડવા એસઆઇટીની રચના કરી તપાસ હાથ ધરી હતી. અલગ અલગ 10 ટીમ બનાવવામાં આવી હતી. આરોપીને પકડવા સ્પેશ્યલ ક્રાઇમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી. પોલીસે સ્થાનિકો સાથે પણ મિટિંગો કરી હતી. પોલીસનો કાફલો કામગીરીમાં લાગ્યો હતો.
પોલીસે આરોપીના સ્કેચની 10,000 કોપી તૈયાર કરી હતી અને આરોપીને પકડવા 50000નું ઇનામ પણ જાહેર કર્યું હતું. સચીન જીઆઇડીસી પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા વિસ્તારના તમામ ઘરો તેમજ થિયોટરોમાં તપાસ કરાઈ હતી, પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો હતો.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.