દિગ્ગ્જ બોલિવૂડ અભિનેતા નસીરુદીન શાહ હાલમા મૉબ લિન્ચિંગની ઘટનાના શિકાર થયેલા પરિવારોને મળ્યા છે. નસીર મુંબઈના દાદરમા ‘સ્ટેટ કમ્પ્લિસિટી ઈન હેટ ક્રાઈમ્સ’ મા આયોજીત એક રાષ્ટ્રીય સંમ્મેલનમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ન ફક્ત મૉબ લિન્ચિંગમા જાન ગુમાવનાર લોકોના પરિવાર સાથે મુલાકાત લીધી પરંતુ દેશમા થતી મૉબ લિન્ચિંગની ઘટના પર પોતાનો અભિપ્રાય પણ આપ્ય હતો.
રાષ્ટ્રીય સમ્મેલનમાં અભિનેતાએ કહ્યું મૉબ લિન્ચિંગની ઘટનાના શિકાર થયેલા પરિવારોને સલામ કરવો જોઈએ. તેમની તુલનામાં આપણે બે ટકા દર્દ પણ નથી સહન કર્યું. નસીરુદીન શાહએ કહ્યું, ‘એ પરિવારોના વિષે વિચારો જેમના ઘરના લોકોને કોઈ આવીને મારીને ચાલ્યું જાય. તે પરિવારોએ અસહનીય દુઃખ સહ્યું છે.આપણે તેની કલ્પના પણ ન કરી શકીએ’.
આ મામલા પર વાત કરતા તેમણે કહ્યું મને કેટલી વાર દેશદ્રોહી ગણાવામાં આવ્યો છે. અને કેટલી વાર પાકિસ્તાન જવાની સલાહ પણ મળી છે. પરંતુ સાચું જણાવું તો આ સાંભળવા પછી જે દુઃખ થાય છે તેની તુલનામાં જે દુઃખ લોકોની ભીડ કોઇ એક વયક્તિને મારી નાખે છે તે વધુ હોય છે.
અગાઉ પણ નસીરુદીને મૉબ લિન્ચિંગ અને દેશમા અસહિષુણતાના વિષે નિવેદનો આપ્યા છે. મોદી સરકારની પેહલી સરકારમા કેટલી વાર દેશમાં ડર લાગવાના નિવેદનો આપીને તે સવાલોના ઘેરામાં આવી ગયા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.