બોલીવુડના અભિનેતા સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યામાં ડ્રગ-એંગલથી જે તપાસ થઈ રહી છે તેમાં અભિનેત્રી દિપિકા પાદુકોણ, શ્રદ્ધા કપુર, સારા અલી ખાન, રકુલપ્રિત સિંહ સહિતના સેલીબ્રીટીના મોબાઈલ ફોન ફોરેન્સીક તપાસ માટે ગાંધીનગરની વિખ્યાત ફોરેન્સીક યુનિ.માં આપ્યા છે.
ફોરેન્સીક લેબ રીકવર કરશેડેટા
નાર્કોટીક કંટ્રોલ બ્યુરોએ ડ્રગ કાંડની તપાસ સમયે જે ડ્રગ-ચેટ જાહેર કરી હતી તેની વધુ તપાસ માટે આ ફોન કબ્જે કર્યા હતા. જેના હવે ચેટ તથા ડેટા-ફોટા અને ડીલીટ કરાયેલી માહિતી ફોરેન્સીક લેબ રીકવર કરશે અને તેના આધારે નાર્કોટીક બ્યુરોને તેનો રીપોર્ટ આપશે. આ તમામ ખુદ ડ્રગ લેતા હોવાના અને ડ્રગ ખરીદતા હોવાની શંકા છે.

બોલીવુડ ડ્રગ કાંડની તપાસ
નાર્કોટીક બ્યુરો બોલીવુડમાં જે ડ્રગ કાંડ છે તેની પુરી તપાસ કરવા માંગે છે. જો આ ફોરેન્સીક તપાસમાં ડ્રગ કાંડના કોઈ વધુ પુરાવા મળશે તો આ તમામ સેલીબ્રીટીની મુશ્કેલી વધી શકે છે. ફોરેન્સીક લેબમાં પ્રથમ આ મોબાઈલમાં હાલના જે ડેટા છે તે રેકોર્ડ કરાશે અને જે ડીલીટ ડેટા છે તેને રીકવર કરવાની પ્રક્રિયા શરૂ થશે.
જેથી કોઈ ડેટાને કોઈ નુકશાન ન થાય તેની પણ ચિંતા છે. કોઈ ડેટા સાથે ચેડા ન થાય કે થયા નથી તે અભ્યાસ કરાશે અને તેનો એક એવો રીપોર્ટ તૈયાર કરાશે જે અદાલતી પુરાવા તરીકે માન્ય રહી શકે.
આ પણ વાંચો : ફ્લિપકાર્ટ-પતંજલિ સહિત આ 4 કંપનીઓને CPCBએ ફટકારી નોટિસ
