હંમેશા સોશિયલ મિડીયા પર એક્ટિવ રહેતી અભિનેત્રી અદા શર્માએ નવો વીડિયો પોસ્ટ કરતા તે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયોમાં અદા તેના ઘરની અગાશી પર પોતુ મારતી જોવા મળી રહી છે પરંતુ અચાનકજ પોતુ મારતા મારતે તે સ્ટંટ કરવા લાગી જાય છે. અદાએ આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામના અકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં અદા સાડી પહેરેલી જોવા મળે છે.
આ સિવાય અદાના ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા જોવા મળે છે. અદા છેલ્લે બોલીવુડની ફિલ્મ કમાન્ડો-3માં વિદ્યુત જામવાલા સાથે જોવા મળી હતી. કમાન્ડો ફિલ્મની છેલ્લી બે સિરીઝમાં તેણે કામ કર્યું છે. ફિલ્મમાં પણ તે સ્ટંટ કરતી જોવા મળે છે.
