અમદાવાદ સોમવાર તા.21 માર્ચ, 2022: અદાણી ગ્રીન એનર્જી લિમિટેડે આંતરરાષ્ટ્રીય ધિરાણકર્તાઓના અગ્રણી સમૂહ સાથે કરારો દ્વારા નિર્માણાધીન રિન્યુએબલ એસેટ પોર્ટફોલિયો માટે 288 મિલીઅન અમેરિકી ડોલરની સુવિધા વધારીને બાંધકામ ધિરાણ માળખાને 1.64 બિલિઅન ડોલર સુધી વિસ્તાર્યું છે. શરૂઆતમાં આ સુવિધા હેઠળ અદાણી ગ્રીન એનર્જી લિ.દ્વારા રાજસ્થાનમાં સ્થપાાઇ રહેલા 450 મેગાવોટના સોલાર અને વિન્ડ રિન્યુએબલ પ્રોજેક્ટ્સના હાઇબ્રિડ પોર્ટફોલિયોને ધિરાણ કરાશે. ગત માર્ચ 2021માં અદાણી ગ્રીન એનર્જી લિ.એ એશિયાના સૌથી મોટા પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ સોદાઓ પૈકીના એકમાં 1.35 બિલીઅન ડોલરની બાંધકામ રિવોલ્વર સુવિધાને આખરી ઓપ આપ્યો હતો.
નિશ્ચિત કરારો અનુસાર આ પ્રમાણિત ગ્રીન હાઇબ્રિડ પ્રોજેક્ટને સાત આંતરરાષ્ટ્રીય બેંકો – બીએનપી પરિબાસ, કો-ઓપરેટીવ રેબો બેન્ક યુએ, ઇન્ટેસા સાન્પાઓલો એસપીએ,એયુએફજી બેન્ક લિ, સોસાયટી જનરલ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક અને સુમિટોમો મિટસુઇ બેંકીગ કોર્પોરેશન આ સુવિધા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે. લોન લિક્વિડિટીનો વિસ્તૃત પૂલ ઉર્જા સંક્રમણને વેગ આપવાની સાથોસાથ નિર્માણાધીન અસ્ક્યામતોના પોર્ટફોલિયોના વિકાસને ગતિમાન કરવાની કંપનીની વ્યૂહરચનાને મજબૂત બનાવશે.
અદાણી ગ્રીન એનર્જીના મેનેજીંગ ડિરેકટર શ્રી વિનીત એસ. જૈને જણાવ્યું હતું કે “બાંધકામ સુવિધા એ AGEL કંપનીની મૂડી વ્યવસ્થાપન યોજનાનું મુખ્ય ઘટક છે, જે અમને ડીકાર્બોનાઇઝિંગ પાવર જનરેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ બનાવે છે” તેમણે ઉમેર્યુ હતું કે “અમે ટકાઉ વિકાસ અને ઉર્જા સંક્રમણને ઉત્પ્રેરિત કરવા સંકલ્પબદ્ધ છીએ. કંપનીએ 2030 સુધીમાં 45 ગિગાવોટ રીન્યુએબલ ઉર્જા પેદા કરવાની ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે, જે ભારત સરકારના દેશવ્યાપી રીન્યુએબલ એનર્જીના ઉત્પાદનના 450 ગિગાવોટના લક્ષ્યાંકના દસ ટકા છે.

અદાણી ગ્રીન એનર્જી લિ. માળખાકીય વિકાસના આધારસ્થંભ સમાન એક પ્રોજેક્ટ એક્સેલન્સ માળખું છે જે સર્વોચ્ચ કક્ષાના ધોરણોને અનુસરે છે. જેમાં આંતરરાષ્ટ્રીય ધોરણે પર્યાવરણ,સામાજિક અને શાસન(ESG) પાસાઓને આવરી લેવાયા છે. કંપની ટકાઉ વિકાસના લક્ષ્યને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે અને તેને તેની વ્યૂહરચનાનાં વ્યૂહાત્મક સ્તંભોમાં સમાવિષ્ટ કર્યા છે. કંપનીનો લાંબા સમયનો વિકાસ પથ સસ્તી, ભરોસાપાત્ર અને આધુનિક ઉર્જા સેવાઓના સાર્વત્રિક પ્રવેશને સુનિશ્ચિત કરવા અને વૈશ્વિક ઉર્જા મિશ્રણમાં રીન્યુએબલ એનર્જીના હિસ્સાને નોંધપાત્ર રીતે વધારવાના લક્ષ્યોને અનુરૂપ છે.
AGELની ટકાઉ વ્યૂહરચના પ્રમાણે આ સુવિધા આ સુવિધા સેકન્ડ પાર્ટી ઓપિનિયન પ્રદાતા ISS ESG દ્વારા પણ પ્રમાણિત છે. જેમાં ઉચ્ચ’ પારદર્શિ ધોરણો અને SDG 7 (પોસાય તેવી અને સ્વચ્છ ઊર્જા) અને SDG 13 (ક્લાઇમેટ એક્શન)નો સમાવેશ કરવામાં આવ્યો છે. મૂલ્યાંકન મુજબ, AGEL રિન્યુએબલ એનર્જી ઉદ્યોગમાં મુખ્ય ESG મુદ્દાઓ પર ઉચ્ચ ટકાઉપણાનું પ્રદર્શન દર્શાવે છે.
સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે મેન્ડેટેડ લીડ એરેન્જર અને દસ્તાવેજીકરણ તેમજ સંકલનકાર બેંક તરીકેની ભૂમિકા ભજવી છે. એમયુએફજી બેંક લિ. અને સુમિટોમો મિત્સુઇ બેંકીગ કોર્પોરેશને સંયુકત રીતે ટેકનિકલ સલાહકાર તરીકે ભૂમિકા અદા કરી છે. વધુમાં બીએનપી પરિબાસ, કો-ઓપરેટીવ રેબો બેન્ક-યુ.એ., ઇન્ટેસા સાઓપોલો અને સાોસાયટી જનરલ દરેકે ધિરાણની સુવિધા સંબંધી વિવિધ ભૂમિકા અદા કરી છે.
અન્ય ભાગીદારોમાં લેથમ અને વોટકીન્સ એલએલપી અને સરાફ એન્ડ પાર્ટનર્સ બોરોઅર્સના જ્યારે લેન્ડર્સના ધારાશાસ્ત્રી લિન્કલેટર્સ અને સિરીલ અમરચંદ મંગલદાસ હતા.
અદાણી ગ્રીન એનર્જી વિશે-
ભારત સ્થિત અદાણી સમૂહનો એક હિસ્સો અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ 20.4 ગિગાવોટનો સરેરાશ પોર્ટફોલિયો સૌથી મોટા વૈશ્વિક રિન્યુએબલ પોર્ટફોલિયો પૈકીનો એક છે, જેમાં ઓપરેટિંગ, અંડર-કન્સ્ટ્રક્શન, એવૉર્ડ અને એક્વિઝિશન હેઠળની સંપત્તિઓ ઇન્વેસ્ટમેન્ટ-ગ્રેડ કાઉન્ટરપાર્ટીઝનો સમાવેશ થાય છે. કંપની યુટિલિટી-સ્કેલ ગ્રીડ-કનેક્ટેડ સોલાર અને વિન્ડ ફાર્મ પ્રોજેક્ટ્સ વિકસાવે છે, બનાવે છે, માલિકી ધરાવે છે, સંચાલિત કરે છે અને જાળવે છે. કંપનીના મુખ્ય ગ્રાહકોમાં સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા, નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન અને વિવિધ રાજ્ય ડિસ્કોમનો સમાવેશ થાય છે. 2018માં લિસ્ટેડ, અદાણી ગ્રીન એનર્જી લિ. આજે USD 39 બિલિયન માર્કેટ કેપ ધરાવતી કંપની છે.