કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં પગ પ્રસરી લીધા છે. અને દુનિયામાં કોરોના કેસો અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. એ બધા વચ્ચે હાલમાં જ ભાજપના નેતા અરવિંદ રૈયાણી માવો ખાઈને થૂંકતા હતા તે વીડિયો સામે આવ્યો. આ કોરોના વાયરસથી વ્યસનીઓ ડરતા નથી. કેન્સર થાય કે કોરોના થાય માવો ખાવા જોઈએ. હાલમાં જ દેશના અલગ અલગ શહેરોમાં દારૂની દુકાન ખૂલી ત્યાં સોશિયલ ડીસ્ટન્સના ધજીયા ઉડતા જોવા મળ્યા. પીવાના ચક્કરમાં લોકો કોરોના પણ ભૂલી ગયા.
આલ્કોહોલ સરકાર માટે કમાણીનું સાધન
દારૂ વેચવાની તો સરકારને ઉતાવળ છે. મેઘાલય અને આસામમાંતો પ્રથમ લૉકડાઉનના મધ્યમાં જ વાત આવી હતી. કેરળ માં પણ હાઈ કોર્ટે કહ્યું એટલે બંધ કરવી પડી. કેજરીવાલે જોયું કે દારૂની લાઈન તો લાંબી થઈ એટલે વળી પાછી બંધ કરાવવી પડી. કારણ એ કે રાજ્ય સરકારો માટે કમાણીનું આ એક જ મોટું સાધન છે. દારૂ પર ઊંચો ટેક્સ લેવાય છે. દારૂની આવક લેવા જતા મુશ્કેલી થશે એમ સમજીને કેજરીવાલ સરકારે હવે પેટ્રોલ અને ડિઝલના ભાવ વધાર્યા.

ત્યારે સુરતમાં એક વ્યક્તિને માવો ન આપ્યો તો તેના પર જીવલેણ હુમલો કરી દીધો। તમાકુ અને નિકોટીન કોરોનાને અવરોધે છે તેવી ગંભીર ચર્ચાઓ પણ થયેલી. સિગારેટ પીનારા લોકોના ગળામાં ઇન્ફેક્શન જલદી ચોંટતું નથી, તે કેમ અને કેટલા પ્રમાણમાં તેના ગંભીર પ્રયોગો પણ થયા છે. સૅનેટાઇઝર પણ આલ્કોહોલ બેઝ છે. એટલે આપણે ત્યાના માને દારૂ ગળામાં જ જંતુઓને માંરી નાખે। તમને મૂળ પ્રયોગની વાત જણાવીએ તે પહેલાં બીજા નકાર કરનારા પ્રયોગની વાત કરી દઈએ
નિકોટીન કોરોના વાઇરસને અવરોધે છે ?
નિકોટીન વિશેનું સંશોધન ફ્રાન્સમાં થયેલું તેનો નકાર જોધપુરના આઈઆઈટી નિષ્ણાતોએ કર્યો છે. નિકોટીન કોરોના વાઇરસને અવરોધે છે તેવા દાવામાં દમ નથી. ફ્રાન્સના અભ્યાસમાં કહેવામાં આવ્યું હતું કે સિગારેટ પીનારા લોકોમાં ચેપનું પ્રમાણ થોડું ઓછું જોવા મળ્યું હતું છે. જોધપુરના સંશોધકોએ અભ્યાસ પેપર તૈયાર કરીને આંતરરાષ્ટ્રીય જર્નલ અમેરિકન કેમિકલ સોસાયટીમાં ફ્રેન્ચોના દાવાને ખોટો ઠરાવ્યો છે. અને આવા લોકો ચેપનો ભોગ બને તેવી શક્યતા વધુ હોવાનું તારણ કહ્યું છે.

શું છે કારણ
બીડી સિગારેટ પીનારા લોકોની રોગ પ્રતિકારશક્તિ નબળી હોય છે. મનુષ્યના રિસેપ્ટરમાં કોરોના વાઇરસ ઘૂસી જાય છે. એ જ રીતે નિકોટિન રિસેપ્ટર પણ હોય છે એટલે તેના માધ્યમથી પણ નોવેલ કોરોના વાઇરસ ઘૂસી શકે છે. સિગારેટ પીવાથી ગળામાં ધૂમાડા સાથે અત્યંત સુક્ષ્મ જંતુઓ ફેફસા સુધી પહોંચી જશે. ફ્રાન્સ અને ભારતના રિસર્ચરોનો અભ્યાસ બંને સ્વતંત્ર રીતે થયેલા છે અને તેના પિયર-રિવ્યૂ થયા નથી. એટલે બેમાંથી એકેય માનવાની જરૂર નથી.
શું હતું ફ્રાન્સના અભ્યાસમાં ?

ફ્રાન્સની પાશ્ચર ઇન્સિટ્યૂટના ન્યુરોસાયન્સના પ્રોફેસર જ્યાં-પિયરે શેન્યૂ અને પારીસની પિટિ-સેલ્પેટિયર યુનિવર્સિટી હોસ્પિટલના ઝહિર અમોરાએ આંકડાઓ તપાસીને તારણ કાઢ્યું હતું। સમાન ઉંમર અને લિંગની વ્યક્તિઓમાં ધૂમ્રપાન કરનારી વ્યક્તિમાં કોરોના ચેપ લાગવાની શક્યતા 80 ટકા ઓછી હોય છે. ચીનના તથા અન્ય દેશોના આંકડાંમાંથી પણ આવું તારણ કાઢવામાં આવ્યું હતું. જેમ કે દેશમાં કુલ કેટલા ટકા લોકો ધૂમ્રપાન કરે તેની સામે કોરોના ચેપના કુલ કિસ્સામાંથી કેટલા ટકા કરે છે. દેશની કુલ ટકાવારી વધુ હોય અને દર્દીઓની ટકાવારી નીચે હોય એટલે તારણ નીકળે કે કોઈક કારણસર સિગારેટ પીનારા દર્દીઓની સંખ્યા ઓછી આવી.
સંશોધકે કેવી રીતે તપાસ્યા આંકડા
“ફ્રાન્સનાના જેટલા પ્રમાણમાં ધૂમ્રપાન કરનારા છે તેના કરતાં આઉટપેશન્ટના કુલ દર્દીઓમાં 80.3 ટકા ઓછા દર્દી ધૂમ્રપાન કરનારા છે, જ્યારે દાખલ થયેલા દર્દીઓમાં તેનું પ્રમાણ 75.4 ટકા છે.” 28 ફેબ્રુઆરીથી 9 એપ્રિલ સુધીમાં Covid-19ના 482 દર્દીઓ આવ્યા તેની તપાસ કરાઈ. તેમાંથી ફક્ત 5 ટકા એવા હતા જે રોજ ધુમ્રપાન કરતા હતા. ત્યાર પછી તેઓએ હ્મુમન ટ્રાયલ બંને સંશોધકોએ શરૂ કરી છે. નિકોટીન આડકતરી રીતે અસર કરતું હોવાનું અનુમાન કરાયું છે.
હ્મુમન ટ્રાયલ શરૂ કરી

ACE2 નામના કોષના એક મેમ્બ્રેનની અંદર વાઇરસ ઘૂસે છે. સિગારેટ પીતી વખતે નિકોટીનનો અંશ પણ ACE2 મેમ્બ્રેનને જ ચોંટી જાય છે. એટલે ધારણા એવી છે કે તેના પર નિકોટીન ચોંટેલું જ હોય એટલે કોરોના નોવેલ-ર વાઇરસને ચોંટવા માટેનો ચાન્સ મળે નહિ. તે જાણવા માટે 1500 આરોગ્ય કર્મચારીઓ અને 400 દર્દીઓ પર ચકાશણી કરવામાં આવશે.
નિકોટીનના પેચ લેનારામાં અને ન લેનારઓ કરતાં વધારે ચેપ લાગ્યો કે કેમ તેના આંકડાં તપાસવામાં આવશે. સંશોધકોએ કહ્યું કે “નિકોટીન એવું ડ્રગ છે, જે ધૂમ્રપાનની લત લગાવે છે અને તે મોટો ખરતો છે. માત્ર નિયંત્રિત સ્થિતિમાં કદાચ નિકોટીન વાઇરસના ચેપ સામે અસરકારક થાય પણ ખરું.”
વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ ધૂમ્રપાન સામે ચેતવણી આપી
WHOનીએ કહ્યું કે, “સ્મોકર્સને ઉલટાનો વધારે ચેપ લાગશે, કેમ કે તેઓ સિગાટેપ પીતી વખતે વારંવાર પોતાની આંગળીઓ હોઠને અડાડશે. સ્મોકર્સના ફેફસા આમ પણ નબળા થઈ ગયા હોય એટલે તેમને ચેપ લાગવાનું જોખમ વધારે છે.”
આ પણ વાંચો : કેવું હશે ગુજરાતમાં લોકડાઉન-4 ? નીતિન પટેલનું મોટું નિવેદન
