હાલ કોરોના કારણે કોલેજો બંધ છે પરંતુ વીર નર્મદ યુનિવર્સીટીમાં કોલેજોની પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જે હવે અંત તરફ છે. પ્રથમ વર્ષ B.com, BBA, BCA અને B.Sc મળીને કુલ 47875 બેઠકોમાંથી 32791 બેઠકો ભરાઈ છે અને 15084 બેઠકો હજુ પણ ખાલી છે.
B.Scમાં પણ સીટો ખાલી
B.Sc પ્રથમ વર્ષનો પહેલો રાઉન્ડ સમાપ્ત થઇ ગયો છે જો કે ધોરણ 12 રિઝલ્ટ આવતા આજથી બીજો રાઉન્ડ શરુ થઇ ગયો છે. B.Scની કુલ 10700 બેઠકો છે જેમાંથી 6464 જ ભરાઈ છે હવે બીજા રાઉન્ડમાં વધુ વિદ્યાર્થીઓ આવવાની ઉમ્મીદ થોડી ઓછી છે.
B.Comમાં સૌથી વધુ સીટો ખાલી
B.comમાં કુલ 28925 બેઠકો છે જેમાંથી અત્યાર સુઘીમાં 19,447 બેઠકો ભરાઈ છે. 22 ઓક્ટોબરે B.comનો પ્રથમ રાઉન્ડ થશે.સૂત્રો પાસે મળતી માહિતી મુજબ પ્રથમ રાઉન્ડમાં માત્ર 100 વિદ્યાર્થીઓ પ્રવેશ લઇ શકે તેમજ છે. અને બીજા રાઉન્ડમાં પણ શક્યતા ઓછી જ છે. B.comમાં 9478 બેઠકો ખાલી હોવાથી કોમર્સ કોલેજની હાલત ખરાબ થઇ શકે છે.
સાયન્સ ગ્રાન્ટેડ કોલેજોની હાલત પણ ખરાબ
સાયનસ ગ્રાન્ટેડ કોલેજ દર વર્ષે ગ્રાન્ટેડ કોલેજોમાં પ્રવેશ ફુલ થઇ જાય છે. પરંતુ કોરોનાને કારણે આ વર્ષે બેઠકો ખાલી રહી છે. નીટનું પરિણામ જાહેર થતા હજુ પણ બેઠકોમાં વધ-ઘટ થશે. સુત્રોના જણાવ્યા મુજબ ગત વર્ષે પ્રથમ રાઉન્ડમાં 46 રાઉન્ડ સુધી પ્રકિયા ચાલી હતી જે આ વર્ષે 26 રાઉન્ડમાં જ પતાવી દેવામાં આવશે.