રાજ્યમાં એક તરફ કોરોના વાયરસ સામે લડત ચાલી રહી છે. ત્યારે, રાજ્યભરની ખાનગી શાળાઓની સીટો માટે તા.19 બુધવારથી રાઈટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ ધો.1 માટે પ્રવેશ પ્રક્રિયા શરુ થવાની છે. આ વિશે શિક્ષણ વિભાગે આરટીઈની વેબસાઈટ પર મૂકવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે આરટીઈ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તા.29 ઓગસ્ટ છે. ત્યારબાદ 31 ઓગસ્ટથી 7 સપ્ટેબર સુધી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. સામાન્ય રીતે આરટીઈ હેઠળ પ્રવેશ પ્રક્રિયા ફેબ્રુઆરી મહિનામાં શરુ થતી હોય છે પરંતુ, કોરોના મહામારીના કારણે આ પ્રક્રિયાને લંબાવામાં આવી હતી.

હાલમાં ચાલતી કોરોના મહામારીના કારણે ડોક્યુમેન્ટ સાથે વાલીએ રિસીવીંગ સેન્ટર ખાતે ફોર્મ જમા કરાવવાની પ્રક્રિયા રદ કરવામાં આવી છે. જેથી તમામ પ્રક્રિયા ઓનલાઇન કરવાની રહેશે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે જરુરી તમામ પુરાવાઓ ઓનલાઈન સબમિટ કરવાના રહેશે. ત્યારબાદ, ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ વાલીએ પોતાની પાસે રાખવાની રહેશે.
આ પણ વાંચો : સમગ્ર ગુજરાતમાં હજુ આટલા દિવસ વારસાદની ભારે આગાહી, રાજ્યનાં અનેક જળાશયો હાઈએલર્ટ પર
ઓનલાઇન RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયામાં વિદ્યાર્થીના જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિનું પ્રમાણપત્ર, વાલીનો આવકનો દાખલો, વિદ્યાર્થીનું આધારકાર્ડ, બેન્ક ખાતાની પાસબુકની કોપી સબમિટ કરવાની રહેશે.
