વર્ષ 2019 ના બોર્ડ રિઝલ્ટ આવવાના શરૂ થઈ ગયા છે. ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ, ઇન્ટરનેશનલ વગેરે બોર્ડના પરિણામો આવવાના બાકી છે અથવા તો આવી રહ્યા છે. બોર્ડ પરિણામ પછી બધા વિદ્યાર્થીઓ એક નવો માર્ગ પકડે છે.
ધો-12 પછી અધ્યયન અથવા પ્રોફેશનલ કોર્સ કરવાની પસંદગી સાથે દરેક બાળકના મગજમાં ધારેલી સેલરી પર નોકરી કરવાની તે વાત ચાલે છે. આવો જાણીએ આવા કરિયર ઑપ્શન્સ વિશે કે જેમાં ધારેલી સેલરી મેળવવાનો ચાન્સ વધુ રહે છે.
હાઇ સેલરીની નોકરી મેળવવા માટે 12 માં પછી કેટલાક કોર્સ કરવાની સલાહ આપવામાં આવે છે. આ કોર્સિસમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્સી પણ શામેલ છે. આ કોર્સની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન માં આંતરિક ત્રણ લેવલ હોય છે. જે કોમેર્સ સ્ટુડન્ટ્સે ક્લીયર કરવા પડે છે. આ ત્રણે સ્તરમાં કોમન પ્રોફીશન્સી કોર્સ (સી.પી.ટી.), ઇન્ટેગ્રેટેડ પ્રોફેશનલ કૉમ્પિટેન્સ કોર્સ (આઈપીસીસી) અને ફાઇનલ એક્ઝામ. સી.એ. ની નોકરીની પ્રારંભિક સેલીરી પણ ખૂબ વધુ થાય છે. આખા વર્ષનું પેકેજ 35 લાખ સુધી હોય છે.
ફેશન ડિઝાઇનિંગ માં બૅચલર ડિગ્રી – ફેશન અથવા સ્ટાઇલિંગમાં રસ હોય તો ફેશન ડિઝાઇનિંગમાં બૅચલર ડિગ્રી લઈ શકો છો. તેના માટે તમે B.Des. (ફેશન ડિઝાઇન), બી. ડી. (લેધર ડિઝાઇન),<br />B.Des. (એસેસરી ડિઝાઇન) અથવા B.Des.(ફેશન કમ્યુનિકેશન) ના કોર્સ કરી શકો છો. એક ફેશન ડિઝાઇનર વર્ષમાં સરેરાશ 4-5 લાખ રૂપિયાથી આરામથી કમાઈ લે છે.
બૅચલર ઓફ લૉ પણ કરી શકો છો. એક લાયક વકીલ મહિનોમાં લાખ રૂપિયા સહેલાઇથી કમાઈ લે છે. તેના માટે કેન્ડિડેટ્સને ઑલ ઇન્ડિયા બાર એક્ઝામ્મિનેશન(AIBE)પણ ક્સિયર કરવું પડશે. એક કોર્પોરેટ વકીલની વાર્ષિક આવક 7 થી લાખની મનાય છે.
મિકેનિકલ અને મેરિન એન્જિનિયરિંગ માં BSC પણ કરી શકો છો. ટ્રાવેલિંગ અને એડવેન્ચર પસંદ હોય તો મર્ચન્ટ નેવીનું પ્રોફેશન તમારા માટે સારું રહેશે. તેમાં સેલરી પેકેજ તમારા રેન્ક પર આધાર રાખે છે. જેટલો હાઇ રેન્ક, તેટલી જ વધુ સેલરી. હાઇ રેંક ધરાવતા ઑફિસર્સની સેલરી 7 થી 8 લાખ રૂપિયા મહિના સુધી હોય છે.
કમ્પ્યુટર સાયન્સ માં BCS or MS પણ કરી શકો છે. તે કરી તમે સોફ્ટવેર એન્જિનિયર બની શકો છે. IT અને સોફ્ટવેર એન્જિનિયર્સની 10 વર્ષના અનુભવ સાથે વાર્ષિક સેલરી 22 લાખ સુધી હોય છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.