નર્મદા નદીમાંથી શુક્રવારે મધરાતે સાબરમતી નદીમાં 2800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. એક સાથે આટલું પાણી સાબરમતીમાં છોડવામાં આવ્યું હોવાની ઘટના 2015 પછી પહેલીવાર બની છે. 2015માં પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી સાબરમતીમાં પાણી છોડવામાં આવ્યું હતું અને નદીના આસપાસના વિસ્તારો ખાલી કરાયા હતા.
Exclusive:- સરદાર સરોવર ડેમના દરવાજા ખોલ્યા ત્યારની સ્થિતિ
ગુરુવારની મધરાતે સરદાર સરોવર ડેમની સપાટી 131ને પાર કરી જતા નર્મદા નદીમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવાનો નિર્ણય લેવાયો છે. કુલ 2800 ક્યુસેક પાણીમાંથી બે હજાર ક્યુસેક પાણી નદીમાં ઠાલવવામાં આવશે જયારે 800 ક્યુસેક કેનાલમાં છોડશે.

આ સ્થિતિ સિવાય સામાન્ય સંજોગોમાં સિંચાઈ વિભાગ માંગણી કરે તે પ્રમાણે નર્મદા નદીમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતુ હોય છે. આ સ્થિતિમાં પણ મહત્તમ 500 ક્યુસેક પાણી છોડવામાં આવે છે અને લઘુતમ 250 કયુસેક છોડવામાં આવે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.