જૈન શાસનના ઇતિહાસમાં દીક્ષા યુગ પ્રવર્તક આચાર્ય વિજય રામચંદ્ર સુરીશ્વરજી મહારાજે આસાન બનાવ્યા બાદ અનેક દીક્ષાઓ થઈ રહી છે. ત્યારે આજથી 500 વર્ષ બાદ 528 વર્ષ પહેલા પૂજ્ય આચાર્ય મહારાજે 500 દીક્ષાઓ અપાવી હતી ત્યાર પછી ઘણા બધા દીક્ષા મહોત્સવો યોજાયા છે. ત્યાર પછી આજે સુરત ખાતે એક સાથે 77 દીક્ષા 1 ફેબ્રુઆરીના રોજ એકસાથે યોજવાના છે.
આવતી કાલે સુરતના 103 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરશે. ત્યારે કાલે 19 દીક્ષાર્થીઓના વરઘોડા પછી આજે 77 દીક્ષાર્થીઓનો વરઘોડો નીકળ્યો હતો. આ દીક્ષા સમારોહમાં કુલ છ જેટલા પરિવારના તમામ સભ્યો દીક્ષા ગ્રહણ કરશે.

પાલમાં 19 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરશે
પાલમાં ‘રોમે રોમે પરમ સ્પર્ષ વાટિકા’ના નામથી આયોજિત સમૂહ દીક્ષા મહોત્સવમાં કુલ 19 મુમુક્ષુઓ દીક્ષા લેશે. જેમાં 3 મુંબઈના અને 16 સુરતના મુમુક્ષુઓ છે ત્યારે વેસુમાં ‘રત્નત્રયી સમર્પણોત્સવ’ નામથી યોજાનાર કાર્યક્રમમાં 77 મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરશે. સુરતના જૈન શાસનના ઇતિહાસમાં આ દીક્ષા મહોત્સવ સુવર્ણ અક્ષરે અંકિત થશે તેમ દીક્ષા આયોજક જિનાજ્ઞા ટ્રસ્ટ માની રહ્યું છે.

77 દીક્ષાર્થીઓમાં સુરત, મુંબઇ, અમદાવાદ, પુના, બેંગલુરુ, ડીસા, કોઇમ્બતુર, બાડમેર વગેરેના દીક્ષાર્થીઓ છે. 10 વર્ષથી 84 વર્ષના મુમુક્ષુઓ દીક્ષામાર્ગે જઇ રહ્યા છે. જેમાં 20 જેટલા બાળમુમુક્ષુઓ છે. 34 જેટલા 20થી 40 વર્ષના છે. જેમાં 6 પરિવારો દીક્ષા લઇ સંયમનો માર્ગ અપનાવશે.
