સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે સૌથી મોટો તહેવાર એટલે કે કરવા ચોથનો વ્રત હોય છે. જે ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે રાખે છે. આ વર્ષે કરવા ચોથ 17 ઓક્ટોબર (ગુરૂવારે) ઉજવાશે. આ દિવસે મહિલાઓ આખો દિવસ નિર્જળ ઉપવાસ કરે છે અને રાત્રે ચંદ્રદર્શન કર્યા બાદ જ જળગ્રહણ કરે છે.
પાછલા 70 વર્ષમાં આ વર્ષનો કરવા ચોથ ખાસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વર્ષે ચોથના દિવસે અનેક શુભ સંયોગ બની રહ્યા છે. આ વર્ષે કરવા ચોથ પર રોહિણા નક્ષત્ર સાથે જ મંગળ યોગ હોવાથી તે વધુ શુભફળદાયી બનશે. જેના કારણે સૌભાગ્યવતી સ્ત્રીઓને ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. કરવા ચોથ 17 ઓક્ટોબરે સવારે 6.48 કલાક થી શરૂ થઈને બીજા દિવસે 7.29 કલાક સુધી રહેશે. સરગી માટેનો સમય સવારે 6.21 પહેલા કરી લેવી.
કેવી રીતે કરવો કરવા ચોથનો ઉપવાસ?
- કરવા ચોથના ઉપવાસના દિવસે સૂર્યોદય થવાના પહેલા ઉઠીને સ્નાન કરીને સરગીના રૂપમાં મળેલા ભોજન કરવું અને પાણી ગ્રહણ કરવું.
- સવારે સુર્યોદય પહેલા ઉઠવાનું હોય છે,અને સરગીના રૂપમાં મળેલું ભોજન કરવાનું હોય છે અને પાણી ગ્રહણ કરવાનું હોય છે.

- સરગીનું સેવન કર્યા પછી ભગવાનની પૂજા અર્ચના કરવી અને સાથે આખો દિવસ નિર્જળ ઉપવાસ કરવામાં આવે છે.
- સાંજના સમયે જમીનને માટીથી લીપણ કરીને તેના પર બધા દેવતાઓની સ્થાપના કરવી અને એમાં કરવા રાખવામાં આવૅ છે.

- રાત્રીના સમયે પૂજા માટે એક થાળીમાં ધુપ,દિવો,અગરબતી,ચંદન,કંકુ, રાખવામાં આવે છે
- ચંદ્ર નીકળવાના પહેલા જ પૂજા શરૂ કરવાની રહે છે. મહિલાઓ સાથે મળીને પૂજા કરે તેમજ કરવા ચોથની વાર્તા સાંભળે છે.
- ચંદ્રને ચારણી વડે જોઇ તેને અર્ધ્ય આપીને પુજા કરવામાં આવે છે.
- ચંદ્ર દર્શન કર્યા બાદ એમાંથી પતિનો ચહેરો જોવામાં આવે છે, ત્યાર બાદ પતિ પત્નીનું વ્રત પૂર્ણ કરાવે છે અને પત્નિને જળ ગ્રહણ કરાવે છે
કરવા ચોથના દિવસે પતિની સાથે માતા ગૌરી અને ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે આ વ્રત જે સ્ત્રી કરે છે તેના પતિને લાંબુ આયુષ્ય મળે છે અને તેમનું ગૃહસ્થ જીવન સુખમયી બને છે. જેના કારણે દેશભરમાં આ વ્રતને ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવાય છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.