હજી તો વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા નથી ત્યાં તો વિવાદ પણ શરૂ થઈ ગયા છે. મંત્રી મંડળ માટે વિવિધ નામોની ચર્ચા થઈ રહી છે ત્યારે ભાજપના રાજ્ય સભાના સાંસદ અને અર્થશાસ્ત્રી સુબ્રમણ્યમ સ્વામીએ સીધે સીધી ધમકી આપી છે.

તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખુલ્લી ચેતવણી આપી છે કે જો તમારે આગામી પાંચ વર્ષમાં વાસ્તવિક રીતે 10 ટકા જીડીપી મેળવવો હોય તો નાણાં ખાતું મને આપો. જો તમારે 2024 ની ચૂંટણી સુધી જીડીપીના આંકડા વધારીને બતાવવા હોય અને તેમાં મેનિપ્યુલેશન કરવું હોય તો હું તમને બીજું કોઈ નામ સજેસ્ટ કરીશ. સુબ્રમણ્યમ સ્વામીએ પોતાના ટ્વિટર પરથી આ પ્રકારનો મેસેજ મોકલ્યો છે.
આ પણ વાંચો : ‘JCB કી ખુદાઈ’ Twitter પર ટ્રેન્ડ કરે છે ત્યારે, તમને એ જાણવાનું મન ન થયું કે કેમ JCB નો રંગ પીળો જ હોય છે ?
આ પહેલાં દિલ્હીમાં એવી વાતો શરૂ થઈ હતી કે અરૂણ જેટલીને બદલે નાણા ખાતું અમિત શાહ અથવા પિયુષ ગોયેલને અપાશે. આ બાબત સુબ્રમણ્યમ સ્વામીને પસંદ આવી નથી અને તેઓએ તેનો વિરોધ કરવા માટે ટ્વિટ કર્યું છે. ભુતકાળમાં પણ અરુણ જેટલીને નાણા ખાતું અપાયું હતું ત્યારથી સુબ્રમણ્યમ સ્વામી તેનો વિરોધ કરી રહ્યા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.