ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સુરત પાછા આવ્યા છે.તેમના સ્વાગત માટે નેતાઓ અને પાર્ટીઓએ ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. પરંતુ વધુ સંખ્યામાં લોકો આવવાના કારણે આ રેલીના કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. પરંતુ, આ કાર્યક્રમમાં કઈ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે કોઈ રાજકીય નેતાઓ માટે પાર્ટીઓની રેલી યોજાય ત્યારે તેમના સિમ્બોલ ધરાવતા ખેસ કે ટોપી જોવા મળતા પરંતુ, આ વખતે કોરોના મહામારીના કારણે રાજકીય રેલીમાં ફેસ માસ્ક જોવા મળ્યા છે. આ માસ્ક કવચ હેલ્થકેર કંપની દ્વારા BJP ચીફ બન્યા બાદ પ્રથમ વખત સુરત આવી રહેલા CR પાટીલ માટે તૈયાર કરવામાં આવ્યા છે. આ માસ્કમાં CR પાટીલનું નામ અને તેમનો ફોટો લગાવવામાં આવ્યો છે.
આ કંપનીનો કોરોના મહામારી દરમિયાન સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રચાર થઇ રહ્યો છે તેમને આ માસ્ક તૈયાર કર્યું છે. આ કંપનીના અમિત કનેરીયાએ જણાવ્યું કે, CR પાટીલ ભાજપના ચીફ બન્યા બાદ પ્રથમ વખત સુરત આવી રહ્યા છે અને તેમના કારણે કંપનીને 300 માસ્ક બનાવવાનો ઓર્ડર મળ્યો હતો. અમિત કનેરીયાએ આ માસ્ક વિશે જણાવતા કહ્યું કે, આ માસ્ક ટુ લેયર બેઝ ફેબ્રિક માસ્ક છે. હાલની પરિસ્થિતિમાં માસ્ક પહેરવું અનિવાર્ય હોવાના કારણે આ માસ્ક બનાવડાવ્યા છે.
આ પણ વાંચો : સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના સ્વાગત બેનર પર કાળી શાહી લગાવાઈ, ફક્ત આ નેતા પર ન લગાવામાં આવી શાહી…
અમિત કનેરીયાએ અંતે કહ્યું કે, કોઈ પણ સંસ્થા કે કંપની પોતાનું નામ, લોગો અને ડિઝાઇન અનુસાર ટુ લેયર કે થ્રિ લેયર માસ્ક તૈયાર કરી આપશું. આ માટે કોઈ પણ સંસ્થા કે કંપની તેમનો સંપર્ક કરી શકે છે.
