નવી દિલ્હી: ચીનમાં વિજળી સંકટ ચાલી રહ્યુ છે. કેટલાક ઉદ્યોગોની વિજળી કાપવામાં આવી રહી છે, જેની અસર તેની અર્થવ્યવસ્થા પર પડવાનો ખતરો કહેવામાં આવી રહ્યો છે પરંતુ ભારતમાં પણ ચીન જેવો જ વિજળી સંકટ ઉભુ થઇ શકે છે. કેન્દ્રીય ઉર્જા મંત્રાલય અને અન્ય એજન્સી તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલા કોલસાના આંકડાનું આંકલન કરીને આ ચેતવણી જાણકારો દ્વારા આપવામાં આવી છે.
મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કુલ 135 થર્મલ પાવર પ્લાંટમાંથી 72 પાવર પ્લાંટ પાસે માત્ર 3 દિવસનો જ કોલસો બચ્યો છે. એવામાં માત્ર 3 દિવસ જ વિજળી બનાવી શકાય છે. જાણકારો અનુસાર આ તમામ 135 પાવર પ્લાંટમાં વિજળી કુલ ઉપભોક્તાના 66.35 ટકા વિજળી બનાવી શકાય છે. જો 72 પાવર પ્લાંટ કોલસાની કમીથી બંધ થઇ જાય છે તો આશરે 33 ટકા વિજળીનું ઉત્પાદન ઘટી જશે, જેનાથી દેશમાં વિજળી સંકટ ઉભુ થઇ શકે છે.

સરકારી આંકડા અનુસાર, કોરોના મહામારીથી પહેલા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2019માં ભારતમાં રોજ વિજળીની 10,660 કરોડ યૂનિટની જરૂર પડતી હતી. હવે ઓગસ્ટ-સપ્ટેમ્બર 2021માં આ વધીને 14,420 કરોડ યૂનિટ થઇ ગઇ છે. બે વર્ષમાં કોલસાની જરૂર 18 ટકા વધી ચુકી છે.
મીડિયા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવી રહ્યુ છે કે 50માંથી ચાર પાવર પ્લાંટ પાસે 10 દિવસ અને 13 પાવર પ્લાંટ પાસે માત્ર 10 દિવસથી થોડો વધુ સમયના ઉપયોગનો જ કોલસો બચ્યો છે. કેન્દ્ર સરકારે કોલસાના ભંડારણની સમીક્ષા માટે કોલસા મંત્રાલયના નેતૃત્વમાં સમિતિ બનાવી છે. આ ટીમ તેની પર નજર રાખી રહી છે.