સમગ્ર દેશ માટે ફેની વાવાઝોડું આંખે ચઢ્યું હતું. મે મહિનાની શરૂઆતમાં જ દેશના પૂર્વીય તટ વિસ્તાર આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠામાં 200 કિમીની ઝડપે ફેની વાવાઝોડું ત્રાટક્યું હતું.
આ વાવાઝોડાની ગુજરાતની ગરમીમાં થોડી રાહત થઈ પરંતુ તે લાંબા સમય સુધી રહેશે નહીં. આગામી 72 કલાકમાં ફરીથી ગરમીનો પારો વધશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.
તેમજ ફેનીના કારણે ગુજરાતમાં વરસાદ પર પણ કોઇ જ અસર થશે નહીં અને વરસાદ તેના નિયત સમય પર 15 જૂન સુધીમાં આગમન કરશે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : રાજકોટ : લ્યો હવે તો મુખ્યમંત્રીના શહેરમાં જ 2 લાખથી વધુ લોકો પાણીકાપથી પરેશાન
હાલમાં ઝડપથી ફુંકાઇ રહેલા પવન અને ઠંડક અંગે હવામાન વિભાગે જણાવ્યા મુજબ ફેની વાવાઝોડાની ગુજરાતના ચોમાસા પર કોઈ અસર નહીં થાય. બે દિવસ વાતાવરણ સામાન્ય રહેશે ત્યારબાદ ફરીથી રાજ્યમાં હીટવેવ શરૂ થશે. આગામી દિવસોમાં વરસાદની કોઈ સંભાવના નથી. પ્રેશર ડાઉન થવાના કારણે ગરમીમાં થોડી આશિંક રાહત મળી હતી.જે પછી સ્થિતિ સામાન્ય બની રહેશે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.