આખરે કુલભુષણ જાધવ કેસમાં ભારતની જીત થતાં. આંતરરાષ્ટ્રીય કોર્ટે (ICJ) પાકિસ્તાનના જેલમાં બંધ ભારતીય નાગરિક કુલભૂષણ જાધવની ફાંસી ઉપર રોક લગાવી દીધો. તે સાથે જ કોર્ટે જાધવને રાજનાયિક પહોંચ આપવામાં આવે એ ચુકાદો આપ્યો. જેના પછી હવે પાકિસ્તાન જાધવને કાઉન્સુલર એક્સેસ આપશે.
આંતરરાષ્ટ્રીય કોર્ટના ચુકાદા પછી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે, “ICJ ના નિર્ણયનું સમ્માન કરતાં કુલભૂષણ જાધવને કાઉન્સુલર એક્સેસ ઉપર વિયેના કન્વેનશનના આધારે તેને તેના અધિકારો અંગેની માહિતી આપવામાં આવી છે. પાકિસ્તાન તેને પાકિસ્તાની કાયદાઓ પ્રમાણે કાઉન્સુલર એક્સેસ આપશે. જેના કારણે એમના રીત-ભાત પર કામ ચાલુ છે.”
નોંધનીય છે કે આંતરરાષ્ટ્રીય કોર્ટે કુલભૂષણ જાધવ કેસમાં જે ચુકાદો આપ્યો, એ સ્પષ્ટ રીતે ભારતની જીત છે. હાલમાં આંતરરાષ્ટ્રીય કોર્ટના કુલ 16 જજોમાંથી 15 જજોએ ભારતના તરફેણમાં વોટ આપ્યો. કોર્ટમાં માત્ર પાકિસ્તાનના એક જજે ભારતના વિરુદ્ધમાં વોટ આપ્યો હતો. તેમજ સરકારી સૂત્રોના કહેવાં પ્રમાણે પાકિસ્તાન ICJ ના આદેશનું પાલન કરશે. ચુકાદાની સાથે જ કોર્ટે વિયેના કન્વેશનના અનુસાર કુલભૂષણ જાધવને કોન્સુલર એક્સેસ આપવાની વાત કહી છે. જેના પછી પાકિસ્તાને અત્યારે જાધવને કોન્સુલર એક્સેસ આપવાની વાત કહી.
આખરે પાકિસ્તાનની ખબર નહિ ક્યારે પોતાની હાર સ્વીકારશે. પાકિસ્તાનની ICJ માં હાર હોવા છતાં, તે પોતાની જીતનો દાવો કરી રહ્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, અમે કાયદાપ્રમાણે કાર્ય કરીશું. હાલમાં જ ઇમરાન ખાને ટ્વિટ કર્યું કે, “ICJ ના ચુકાદાનો આદર કરૂં છું. તેમને કુલભૂષણ જાધવને મુક્ત કરવાનો અને ભારતને આપવાનો નિર્ણય નહિ લીધો. તે પાકિસ્તાનની જનતાના વિરુદ્ધના અપરાધોનો અપરાધી છે. આ બાબતમાં પાકિસ્તાન કાયદાપ્રમાણે આગળ કાર્યવાહી કરશે. “
વાસ્તવમાં ભારતીય નૌસેનાના સેવાનિવૃત્ત અધિકારી જાધવ (49) ને પાકિસ્તાનના સૈન્ય કોર્ટે એપ્રિલ 2017 માં સુનાવણી પછી જાસૂસી અને આતંકવાદ ના અપરાધોના લીધે ફાંસીની સજા આપી હતી.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.