ભારતીય ક્રિકેટ ટિમના પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીના સંન્યાસના સમાચાર ગત આખો દિવસ ચાલતા રહ્યા. ટિમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલીના એક ટવિટ બાદ સોશ્યિલ મીડિયા પર ધોનીના સંન્યાસ લેવાના દાવા થવા લાગ્યા. કેટલા લોકો તો એવા દાવા કરવા લાગ્યા કે ગઈ કાલે સાંજે ધોની સંન્યાસનો એલાન કરી દેશે. જોકે સાંજ થતા જ એ સાફ થઇ ગયુ કે આ એક ખોટી અફવા હતી. સાક્ષી ધોનીએ પણ ટવિટ કરી સન્યાસની ખબર પર પ્રતિક્રિયા આપી. તેમને કહ્યું, ‘આને અફવાઓ કહેવાય છે’. ધોનીની આઇપીએલ ટિમ ચેન્નાઇ સુપર કિંગ્સએ પણ સંન્યાસની અટકળો પર હાસ્યસપ્રદ અંદાજમા . CSK ના ટવિટર અકાઉન્ટ પર જાણીતા ટીવી શો ‘ગેમ ઓફ થ્રોન્સ’ નો એક ડાઈલોગનો ઉપયોગ કરી ટવિટ કર્યું, ‘આજ નહિ’.

વિરાટ કોહલીનો મકસદ મહેન્દ્ર સિંહ ધોનીની સાથે પોતાની શાનદાર સાજેદારીની યાદોને તાઝા કરવું હતું પરંતુ સોશિયલ મીડિયા પર એમની પોસ્ટ પછી પૂર્વ કપ્તાનના ભવિષ્યને લઈને અફવાઓનો દૌર ફરી ચાલુ થઇ ગયો.
કોહલીએ ટવિટ કર્યું, ‘એવી મેચ જે મેં ક્યારેય નહીં ભૂલી શકું, ધોનીએ મને એવો દોડાવ્યો જેમ ફિટનેસ ટેસ્ટ માટે દોડવું પડે છે’. ત્યાર બાદ ધોનીના સંન્યાસને લઈને અફવાઓ થવા લાગી. હાલમાં અમેરિકામાં રજાઓને એન્જોય કરી રહેલો ધોની સોશિયલ મીડિયા પર લગાતાર ટ્રેન્ડ કરી રહ્યો છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.