ચૂંટણી સમયથી લાગુ થયેલી આચારસંહિતા અંતિમ ચરણમાં પહોંચી રહી છે. ત્યારે તેની સાથે જ સરકારી કામોમાં પણ ધમધમાટ શરૂ થતો જોવા મળી રહ્યો છે. જેના માટે રાજ્યનું પૂર્ણ કક્ષાનું લેખાનુદાન આગામી જુલાઈ માસમાં રજૂ કરવામાં આવશે.
વિધાનસભા ગૃહમાં રાજ્યનું પૂર્ણ બજેટ રજૂ કરાશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર જુલાઈના પ્રથમ સપ્તાહમાં મળશે. આ અંગે મળી રહેલી માહિતી અનુસાર, જુલાઈમાં યોજાનાર બજેટ સત્ર 19થી 23 દિવસનું રહેશે. બજેટ સત્ર દરમિયાન 12 દિવસ અંદાજપત્રની માગણીઓ પર વિધાનસભામાં ચર્ચા કરવા ફાળવાયાં છે.
તો 3 દિવસ સરકારી વિધેયકો માટે ફાળવાશે. લોકસભાની ચૂંટણીને કારણે વિધાનસભામાં ફેબ્રુઆરીમાં લેખાનુદાન લેવાયું હતું, જેમાં જરૂરી ખર્ચા માટેનું બજેટ પાસ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : શું વાત કરો મેજિસ્ટ્રેટ અને જજ બંને અલગ છે ?, વિશ્વાસના થાય તો જાણી લો બંને વચ્ચેનો ભેદ
નાણાંપ્રધાન નિતીન પટેલ આગામી જુલાઈમાં 2019-20ના પુરા વર્ષ માટેનું બજેટ રજૂ કરશે.સુધારેલા બજેટને રજૂ કરવા માટે સચિવાલયના તમામ વિભાગોમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.