IPLના 13માં સીઝનમાં જીતથી શરૂઆત કરવા વાળી ચેન્નાઇ સુપર કિંગ્સ(CSK) ટીમ સતત બીજી હારનો સામનો કરવો પડ્યો છે. શુક્રવારે દિલ્હી કેપિટલ્સે(DC) ચેન્નાઇને 44 રને હરાવી હતી. સતત બે મેચો હાર્યા પછી હવે ટીમને સુરેશ રૈના અને અંબાતી રાયડુ જેવા દિગ્ગજ ખેલાડીઓની અનુભવાઈ રહી છે. મેચ પછી ધોની પણ નિરાશ જોવા મળ્યો અને જણાવ્યું કે, શરૂઆતથી જ રનરેટ ઓછો હતો, જેના કારણે મિડિલ ઓર્ડર પર દબાણ વધી ગયું હતું.
બંને દિગ્ગજ ખેલાડીઓની ખોટ

CSKના કોચ સ્ટીફન ફ્લેમિંગે જણાવ્યું કે, ઘણા મહત્વપૂર્ણ દિગ્ગજ ખેલાડીઓની ખોટ અમને અનુભવાઈ રહી છે. અમે ટીમમાં યોગ્ય સંતુલન બનાવવાની કોશિશ કરી રહ્યા છીએ. અહીં દરેક વિકેટ થોડી અલગ છે. ટીમમાં સુરેશ રૈના અને રાયડૂ જેવા મહત્વપૂર્ણ ખેલાડી નથી. તેમના સિવાય ટીમ કોમ્બિનેશન તૈયાર કરવામાં લાગી છે. અમે શરૂઆતમાં ઘણા ખેલાડીઓને મોકો આપી રહ્યા છીએ, જેથી લીગમાં આવનાર મેચોમાં અમને કોઈ મુશ્કેલીઓ ન પડે. છેલ્લી ત્રણ મેચોમાં ઘણું બધું શીખવા મળ્યું છે.
રૈના અને રાયડુ નથી રમી રહ્યા

આ વર્ષે સુરેશ રૈના આઇપીએલ નથી રમી રહ્યા રૈના આઈપીએલમાં સૌથી વધુ રન બનાવનાર બીજો બેટ્સમેન છે, જેણે 5368 રન બનાવ્યા છે. ત્યારે બે મેચથી અંબાતી રાયડુ રમી શક્યા નથી. તે હેમસ્ટ્રિંગ ઈજાથી પરેશાન છે. રાયડૂએ આઈપીએલ પહેલા મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ 48 બોલમાં 71 રનની મોટી ઈનિંગ રમી હતી. ધોનીએ જણાવ્યું હતું કે, રાયડૂ આગામી મેચમાં વાપસી કરશે.
આ પણ વાંચો : બિહાર ઓપિનિયન પોલ : એનડીએની સરકાર બની શકે, પરંતુ મતદારો નીતિશથી નારાજ છે
