અત્યારે મોંઘવારી જાણે ચરમસીમાએ પહોંચી હોય તેમ લાગી રહ્યું છે. એક પણ સેક્ટર એવું બાકી નહીં હોય જ્યાં કોઈ ભાવ વધ્યાના હોય જાણે ઉઘાડી લૂટ ચાલી રહી હોય તે રીતે એક પછી એક ચીજવસ્તૂઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ વધારો હવે દવાઓમાં પણ જોવા મળશે. એક એપ્રિલથી દવાઓના ભાવમાં 10 ટકાથી વધુનો વધારો જોવા મળશે.

કોરોનામાં ફાર્મા કંપનીઓના ધંધાઓ ધમધમ્યા હતા છતા પણ દવાઓના ભાવો વધશે. આગામી એપ્રિલ મહિનાથી દવાઓના ભાવ વધશે. 800થી વધુ દવાઓ મોંઘી છે. નેશનલ ફાર્મા પ્રાઈઝીંગ ઓથોરીટીએ 10.07 ટકાના વધારાની મંજૂરી આપવામાં આવી છે. સરકારે સિડ્યુઅલત દવાઓના ભાવ વધારાને લઈને મંજૂરી આપી છે.
પેરાસિટોમલ બીપી, હેઝીથ્રોમાઈસીન સહીતની દવાઓના ભાવમાં વધારો થશે. એનિમિયા, પેન ક્લિનર, સોડીયમ સહીતની દવાઓ મોંઘી કરવામાં આવશે. કોરોનામાં કમાણી કરનાર ફાર્મા કંપનીઓ પણ ભાવ વધારાને લઈને આગળ આવી છે. પ્રજાના માથે ફરી બોજા લાગુ થશે. પેટ્રોલ ડિઝલના ભાવના કારણે પ્રજા પરેશાન છે ત્યારે ફરી મોટો બોજો પ્રજાને આ ભાવને લઈને પણ પડશે.