ન્યાયના દેવતા શનિ દેવ 29 સપ્ટેમ્બરે પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. એ અગાઉ ગત 23મીએ રાહુ અને કેતુ પોતાની ચાલ બદલી ચૂક્યા છે. એવામાં શનિ માર્ગી થવાથી જ્યોતિષીય દ્રષ્ટિએ આગામી દિવશો ભારે ઉથલપાથલ ભર્યા રહેશે.

29મી સપ્ટેમ્બરે શનિ મહારાજની ચાલ સીધી થશે. એ પૂર્વે 11 મે એ શનિ વક્રી થયા હતા. શનિનું 29મીથી થનારું પરિવર્તન કેરિયર, આર્થિક અને પારીવારિક સ્થિતિ માટે ખૂબ જ મહત્વનું રહશે. જ્યોતિષ અનુસાર શનિનું આ ચાલ પરિવર્તન પાંચ રાશિઓને ખાસ્સી તકલીફો ઊભી કરી શકે છે. જાણો શનિથી પ્રભાવિત આ રાશિઓ અને તેના પર શનિનો પ્રભાવ-

1- મિથુન રાશિ : શનિની ચાલ બદલાતા આ રાશિના જાતકો માટે આગામી સમય ભારે પડકારવાળો રહેશે. આ રાશિ પર પહેલેથી અઢી વર્ષની પનોતી ચાલી રહી છે. આ રાશિના જાતકો માટે ખર્ચ અને ભાગદોડ વધી શકે છે. પારીવારિક બાબતોમાં પણ વિવાદની સ્થિતિ જોવા મળી શકે છે. કામ-વ્યવસાયમાં ખાસ્સા ઉતાર-ચડાવ જોવા મળશે.
2- સિંહ રાશિ – શનિની સીધી ચાલને કારણે આ રાશિના જાતકોને પણ ખાસ્સો ઉતાર-ચડાવ જોવા મળી શકે છે. આર્થિક પરેશાની સાથે જ તબિયત સાથે જોડાયેલી તકલીફો જેમકે શરદી-ખાંસી અને તાવથી પીડા થઈ શકે છે. અંગત સંબંધોમાં પણ મનદુઃખ થઈ શકે છે.
3- તુલા રાશિ : શનિની સીધી ચાલથી તુલા રાશિવાળાઓએ બેહદ સાવધાન રહેવાની જરૂર છે, કેમકે આ રાશિના જાતકો પર શનિની અઢી વર્ષની પનોતી ચાલી રહી છે. ખર્ચાઓમાં વૃદ્ધીના સંકેતો છે સાથે જ અનેક પ્રકારની ઘરેલું તકલીફો જોવા મળી શકે છે.
4- ધન રાશિ : શનિની ચાલ બદલાવા સાથે ધન રાશિના જાતકો માટે કેટલીક તકલીફોનો સામનો કરવો પડશે. વધારે ખર્ચાઓના કારણે ઘરમાં ખેંચતાણ અને તનાવનું વાતાવરણ જોવા મળી શકે છે. 29 સપ્ટેમ્બર પછી તમે યાત્રા-પ્રવાસની યોજના ઘડી રહ્યા છો તો કષ્ટ થઈ શકે છે. તમારી આર્થિક સ્થિતિ પણ ખરાબ રીતે અસરગ્રસ્ત થશે.
5- કુંભ રાશિ : આ રાશિના જાતકો પર શનિના ચાલ બદલાવાની નકારાત્મક અસર પડશે. વૈવાહિક જીવનમાં તનાવ, બીમારી અને ખર્ચાઓમાં વધારો જોવા મળી શકે છે. આર્થિક તકલીફો પણ થશે. આ સમયે તમારી સુરક્ષા પર વિશેષ ધ્યાન આપો.
આ પણ વાંચો :પદ્મિની એકાદશીને કમલા એકાદશી તરીકે ઓળખાય છે કરો ભગવાન વિષ્ણુ અને સૂર્યની આરાધના
