સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કોરોના વાયરસ સામે લડવા માટે દરેક દેશોમાં વેક્સીન બનાવવાની રેસ લાગી હોય તેવો માહોલ સર્જાયો છે. હાલમાં, કોરોનાની વેક્સીનની દોડમાં રશિયા બાદ ચીન દ્વારા પણ ટૂંક સમયમાં વેક્સીન બહાર પાડવામાં આવી શકે છે. હાલમાં કોઈ દેશની વેક્સીનને વૈશ્વિક સ્તર પર મંજૂરી ન મળી હોય, પરંતુ ઇન્ટરનલી બંને દેશ વેક્સીનના ઉત્પાદન તરફ આગળ વધી રહ્યું છે.

રશિયાએ પોતાની કોરોના વેક્સીન Sputnik V ની જાહેરાત કર્યા બાદ ચીને પણ Cansino Biologics Incને પોતાની વેક્સીન Ad5-NCOV ની પેટન્ટ આપી દીધી છે. આમ રશિયા બાદ ચીને કોરોના વેક્સીન મામલે આગળ વધી રહ્યું છે. ચીનના સરકારી મીડિયા અનુસાર, આ દેશની પહેલી વેક્સીન છે જેની પેટન્ટ મળી છે. CanSinoની વેક્સીન શરદી-તાવના વાયરસનું એક મોડીફાઇડ વર્જન છે જેમાં નવા કોરોના વાયરસનું જેનેટિક મટીરિયલ નાંખવામાં આવ્યું છે.

રશિયામાં કોવિડ-19 વેક્સીની Sputnik V ની પહેલી બેચ તૈયાર થઇ ગઇ છે. તેમજ આરોગ્ય મંત્રાલય અનુસાર, આ મહિનાના અંત સુધીમાં આ વેક્સીન ઉપયોગ માટે ઉપલબ્ધ થઇ જશે. આ વેક્સીનનું ઉત્પાદન માટે રશિયન ડાયરેક્ટ ઇનવેસ્ટમેન્ટ ફંડ (RDIF)ની કેટલીક કંપનીઓ દ્વારા ભારતની કંપનીઓ સાથે વાતચીત કરવામાં આવી રહી છે. આ વેક્સીનને લઈને રશિયાએ 5 દેશમાં દર વર્ષે 500 મિલિયન ડોઝ તૈયાર કરવાનો પ્લાન બનાવ્યો છે. તે ઉપરાંત યૂનાઇટેડ કિંગડમમાં ચાલતા કોરોના વાયરસના ટ્રાયલ માટે અંદાજિત 1,00,000 લોકોએ રસ દાખવ્યો છે.
આ પણ વાંચો : શા માટે કોરોનાથી સાજા થયા બાદ દર્દીઓ પાછા હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે ?
વેક્સીન આવવામાં હજી પણ એક વર્ષ લાગશેઃ WHO
WHOના વૈજ્ઞાનિકના ચીફ સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, ભારતમાં વેક્સીનનું ટ્રાયલ પહેલા તબક્કામાં છે. જેને સંપૂર્ણ તૈયાર થવામાં 1 વર્ષનો સમય લાગી શકે છે. સામાન્ય રીતે કોઈ વેક્સીન તૈયાર થવામાં 5 થી 10 વર્ષનો સમય લાગે છે. પરંતુ, વર્તમાન પરિસ્થિતિ અનુસાર ઓછામાં ઓછો 1.5 વર્ષનો સમય લાગશે. રશિયાની વેક્સીન અંગેની સંપૂર્ણ માહિતી ન મળવાના કારણે WHO તેને નામંજૂર કરી ચૂક્યું છે.
