સ્માર્ટફોન બેટરી ફાટવાની ઘટના આપણી સામે કેટલી વાર આવી છે, ત્યારે હવે સ્માર્ટ બેન્ડ ફાટવાની ઘટના પણ સામે આવી છે. સ્માર્ટ બેન્ડના યુઝર્સને હવે સાવધાન રહેવું પડશે. અમેરિકામાં લેન્ડર્સ નામના વ્યક્તિએ ફિટનેસ બેન્ડની બેટરી પહેરી હતી જે ફાટવાથી તે દાજી ગયો હતો. આ વ્યક્તિ બેન્ડ પહેરીને ઊંઘી ગયો હતો અને ત્યારે જ બેન્ડની બેટરી બ્લાસ્ટ થઇ હતી.

એક રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે આ શખ્સે કોઈ સસ્તા બેન્ડનો પણ ઉપયોગ ન કર્યો હતો. જે બેન્ડની બેટરી બ્લાસ્ટ થઇ છે તે અમેરિકાની પોપ્યુલર ફિટબિટ બેન્ડનું છે. હાલમાં આ બેન્ડને દુનિયાના સૌથી મશહૂર સર્ચ એન્જીન ગૂગલે ખરીદ્યું છે.
આ ઘટના બાદ કંપનીના પ્રવક્તાએ ગ્રાહકોની સુરક્ષાને પોતાની પ્રાથમિકતા જણાવી. તેમણે કહ્યું કે, ‘યૂઝર્સની સુરક્ષા અમારા માટે સૌથી મહત્વની છે. અમે આ રિપોર્ટને ગંભીરતાથી ધ્યાનમાં લીધી છે. યૂઝર સાથે વાત કરવામાં આવી છે અને બેન્ડ કેમ બ્લાસ્ટ થયું તેની તપાસ કરવાના પ્રયત્ન કરી રહ્યા છે.’

લેન્ડ જણાવે છે કે, ‘ફિટબિટ બેન્ડની અંદરથી ધૂમાડો બાહર આવતો હતો. મે બેન્ડ કાઢવાનો પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ રહ્યો મારી પત્નીએ આ બેન્ડને હેમખેમ કાઢ્યો હતો.” લેન્ડરનો હાથ દાજી ગયો હતો અને હોસ્પિટલમાં પણ તેના દાજી જવાની પુષ્ટિ કરવામાં આવી છે.
થોડા દિવસો પહેલા ફિટબિટને જાઈન્ટ ગૂગલે 2.1 બિલિયન ડોલરની ડીલમાં ખરીદ્યું છે. એક ડેટા અનુસાર દુનિયાભરમાં લગભગ 3 કરોડ યૂઝર્સ ફિટહબીટના સ્માર્ટ બેન્ડ અને વોચનો ઉપયોગ કરે છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.