ઈરાન-ચીન(Iran-China) વચ્ચે થવા જઈ રહેલ 400 અરબ ડોલરની મહાડીલ(Deal) ઠીક પહેલા ભારત(India) પર દુષ્પ્રભાવ દેખાઈ રહ્યો છે. ઈરાને ભારતને ચાબહાર રેલ પ્રોજેક્ટ(Chabahar Rail Project)થી બહાર કાઢી નાખ્યું છે. ઈરાને કહ્યું કે, કરારના 4 વર્ષ વીતી ગયા છતાં ભારત આ પરિયોજના માટે ફંડ નથી આપી રહ્યું. માટે હવે તે પોતે જ આ પરિયોજનાને પુરી કરશે. ઇરાનના આ એલાનથી ભારતને મોટો કૂટનીતિક ઝાટકો લાગ્યો છે. આ રેલ પરિયોજના ચાબહાર પોર્ટથી જહેદાન વચ્ચે બનવાની છે.
ભારતની મદદ વગર આ યોજના આગળ વધારશે

ઇરાનના રેલવેએ કહ્યું કે તેઓ ભારતની મદદ વગર જ આ પરિયોજના આગળ વધારશે. એના માટે તેઓ ઇરાનના નેશનલ ડેવલપમેન્ટ ફંડ 40 કરોડ ડોલરની ધનરાશિનો ઉપયોગ કરશે. આ પહેલા ભારતની સરકારી રેલવે કંપની ઈરકાન આ પરિયોજનાને પુરી કરવાની હતી. આ પરિયોજના ભારતના અફઘાનિસ્તાન અને અન્ય મધ્ય એશિયાઈ દેશો સુધી એક વૈકલ્પિક માર્ગની પ્રતિબદ્ધતા પુરી કરવાં માટે બનવાની હતી. આના માટે ઈરાન, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રિપક્ષીય કરાર થયો હતો.
વર્ષ 2016મા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈરાન યાત્રા દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ સમગ્ર પ્રોજેક્ટમાં લગભગ 1.6 અબજ ડોલરનું રોકાણ થવાનું હતું. IRCONના ઇજનેરો પણ આ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે ઇરાન ગયા હતા, પરંતુ યુએસના પ્રતિબંધના ડરથી ભારતે રેલવે પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું ન હતું. યુ.એસ.એ ચાબહાર બંદર માટે છૂટ આપી છે પરંતુ સાધન સપ્લાયર મળી રહ્યા નથી. ભારતે પહેલાથી જ ઈરાનથી તેલની આયાત ઘટાડી દીધી છે.
બેઇજિંગ ઈરાનમાં 400 અરબ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યું છે.

જણાવી દઈએ કે પશ્ચિમ એશિયામાં અમેરિકા સાથે ચાલી રહેલ તણાવ વચ્ચે ઈરાન અને ચીન વચ્ચે એક મહાડીલ પર કરાર થઇ શકે છે. જે હેઠળ ચીન ઈરાનથી ઘણા સસ્તા ભાવે તેલ ખરીદશે, ત્યાં જ એના બદલામાં બેઇજિંગ ઈરાનમાં 400 અરબ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યું છે. એટલું જ નહિ ડ્રેગન ઈરાનની સુરક્ષા અને ઘાતક આધુનિક હથિયારો આપવામાં પણ મદદ કરશે. ન્યુ યોર્ક ટાઇમ્સની રિપોર્ટ મુજબ ઈરાન અને ચીન વચ્ચે 25 વર્ષની રાજનૈતિક કરાર પર ચર્ચા પુરી થઇ ગઈ છે.
ઈરાનના બંદર ચાબહારના વિકાસ પર ભારતે અબજો રૂપિયા ખર્ચ કર્યા છે. અમેરિકાના દબાણને કારણે ઈરાન સાથે ભારતના સંબંધો નાજુક સ્તર પર છે. ચાબહાર વ્યાવસાયિકની સાથો સાથ વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનું છે. તે ચીનના સહયોગથી વિકસિત પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી માત્ર 100 કિમી દૂર છે. ભારતને પણ અમેરિકા, સાઉદી અરેબિયા, ઇઝરાઇલ vs ઈરામાં કોઇ એક દેશને પસંદ કરવો પડી શકે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર, ઉઠી 21 દિવસના લોકડાઉનની માંગ
