કોરોના મહામારીએ સમગ્ર દુનિયાને પોતાની ચપેટમાં લીધી છે. કોરોના મહામારીને હરાવવા કોરોના વોરિયર્સ દિવસ રાત કામ કરી રહ્યા છે. કોરોના દર્દીની સારવાર દરમિયાન ઘણા કર્મયોગીઓ કોરોનાગ્રસ્ત પણ થયા હતા. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના હાલના તાલુકા વિકાસ અધિકારી જી.એસ.રાઠવા તા.23/08/2020ના રોજ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હતા. કોરોનામાં સેવા આપતા સરકારના કર્મચારીઓનું નિધન થાય તો સરકાર તેમના પરિવારને આર્થિક મદદ કરે છે. જેથી સરકારના નિયન અનુસાર, સુરતના કલેકટર ધવલ પટેલના હસ્તે રૂ.25 લાખનો ચેક તેમના પત્ની શર્મિષ્ઠા ગોવિંદભાઈ જૈનને આપવામાં આવ્યો. આ પ્રશંગે સુરત જિલ્લા વિકાસ અધિકારી હિતેશ કોયા પણ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : વોટર ઓફ ઈન્ડિયા અને સીડીસીના સરવેમાં કહેવાતા એજ્યુકેટેડ અમેરિકનોના ધજાગરા
તેઓ 1993થી ફરજમાં જોડાઈને હાલમાં વિસ્તરણ અધિકારી તરીકે તાપી જિલ્લાના નિઝર તાલુકામાં નિયુકત થયા હતા. તેમને ઉચ્છલ, બારડોલી, પલસાણા ખાતે સેવાઓ આપી હતી. તેઓ તા.19/10/2019થી પલસાણા તાલુકામાં વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવી છે. કોરોનાથી મૃત્યુ પામતા સરકારી કર્મચારીને કોરોનાથી નિધન બાદ પરિવારને આફત સામે સધિયારો મળી રહે માટે સરકાર નાણાકીય સહાય આપે છે.
