ચીનમાંથી નીકળેલ કોરોના વાયરસ બીજા દેશો સહીત ભારતમાં પણ પહોંચી ગયો છે. આ વાયરસના કારણે ભારતના ઉદ્યોગો પર અસર પડી રહી છે પહેલા ડાયમન્ડ ઉદ્યોગને કરોડોનું નુકસાન થયું હવે એની અસર સુરતના ટેક્સ્ટાઇલ માર્કેટ પર પણ અસર થઇ રહી છે ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં ચીનથી આવતો માલસામાન પણ અટકી ગયો છે.

ટેક્સ્ટાઇલ માર્કેટમાં કાપડ પર લગાવવામાં આવતા સ્ટોન ચીનથી મંગાવવામાં આવે છે.ચીનના 99 ટકા સ્ટોનનો ઉપયોગ સુરતમાં કરવામાં આવે છે. છેલ્લા એક અઠવાડિયાથી સ્ટોન ન આવતા તેના ભાવમાં દોઢ ગણો વધારો થયો છે. જેની પેમેન્ટ થઇ ગઈ છે તેના માટે કોઈ સમસ્યા નથી. લેટ પેમેન્ટ વાળા વેપારીઓની હાલત ખરાબ છે જો સ્ટોન ન આવે તો હાલત વધુ ખરાબ થવાની શક્યતા છે અને વર્ક કરેલા કાપડના ભાવમાં પણ વધારો થઇ શકે છે.

કાપડ વેપારી ના જણાવ્યા મુજબ સુરતમાં બનતી મોંઘી સાડી, ચોલી, બ્લાઉઝ અને ડ્રેસમાં 80 ટકા સ્ટોન લગાવાય છે. ચીનથી દર મહિને 50 લાખથી વધુ સ્ટોન આવે છે. કોરોના વાઈરસના કારણે સ્ટોનની આવક અટકી ગઈ છે. સ્ટોનની અછતના કારણે વધુ રૂપિયા લેવામાં આવી રહ્યા છે. ચીનની સરખામણીમાં ભારતમાં સ્ટોન બે ગણા મોંઘા છે.સુરતના કાપડ માર્કેટમાં 1 ટકો જ ભારતમાં બનતા સ્ટોનનો ઉપયોગ કરવામાં આવે છે.
