દેશના મજૂરોને ઘરે પહોંચાડી આશીર્વાદ મેળવ્યા પછી હવે સોનુ સુદે(Sonu Sood) વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોની વતન વાપસીમાં લાગી ગયા છે. સોનુ સુદે સ્પાઇસજેટ(spicejet) સાથે હાથ મિલાવી એરોપ્લેનની મદદથી વિદેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવી રહ્યા છે. પહેલા સોનુ સુદે કીર્ગીસ્તાનથી ભારતીય મેડિકલ સ્ટુડેંટ્સની દેશમાં વાપસી કરાવી અને હવે તેઓ ફિલિપિન્સથી પણ લોકોને પરત લાવ્યા છે.
ફિલિપિન્સથી આવેલ લોકોનું પોતે સ્વાગત કર્યું
આ નાગે પોતે સોનુ સુદે ટ્વીટ કરી જણાવ્યું. સોનુ સુદે ફિલિપિન્સથી પરત આવેલા લોકોનો ફોટો ટ્વીટ કરતા લખ્યું, હું તમને બધાને ભારત પરત લાવી ઘણો ખુશ છું. ફિલિપિન્સ મિશનનો પહેલો ભાગ પૂરો. હવે બીજાનો વારો, જય હિન્દ
ખબર છે કે સોનુ સુદ ફિલિપિન્સ સાથે-સાથે રૂસના મોસ્કો અને ઉઝબેકિસ્તાનના તાશકંદથી પણ ભારતીય નાગરિકોને પરત વતન લાવવાના છે. આ મિશન સ્પાઇસજેટની મદદથી પૂરું થઇ રહ્યું છે. સોનુ સુદ દિવસ રાત લોકોની મદદમાં લાગેલા છે.
દર્દીઓને દત્તક લેવા કરી અપીલ
જણાવી દઈએ કે ટ્વીટ કરી સોનુ સુદે લોકોને દર્દીઓને દત્તક લેવા માટે અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરી કહ્યું, તમને મારી વિનમ્ર નિવેદન છે, જો જરૂરતમંદની મદદ કરવા સક્ષમ છે તેઓ પ્લીઝ સામે આવી અબે પોતાની નજીકની હોસ્પિટલમાં દાખલ કોઈ દર્દીને દત્તક લે અથવા એમની દવાનો ખર્ચો ઉઠાવે। જો તમે એવું કરો છો તો હું આશ્વસ્ત કરું છું કે તમારી તકલીફો અડધી થઇ જશે #wakeupcall. આ પહેલા સોનુએ પંજાબના બાળકોનું ભવિષ્ય સુધારવા ટ્વીટ કર્યું.
આ પણ વાંચો : કોરોના મહામારી વચ્ચે શાળા થઇ શરુ, એક જ સપ્તાહમાં 260 વિદ્યાર્થી અને શિક્ષકોનો રિપોર્ટ પોઝિટિવ
