રણબીર કપૂર બોલિવૂડની કેટલી ટોપ એકટ્રેસને ડેટ કરી ચુક્યા છે. દીપિકા પાદુકોણ, કેટરીના કૈફ, પાકિસ્તાની એકટ્રેસ માહિરા ખાન અને હાલ તે આલિયા ભટ્ટની સાથે છે. પરંતુ લાગી રહ્યું છે બોલિવૂડની હજુ એક એકટ્રેસનું દિલ રણબીર કપૂરની ક્યુટનેસ માટે ધડકી રહ્યું છે. અને એ એકટ્રેસ છે નુસરત ભરૂચા. તેણે રણબીરને એક ખાસ લૂકમાં જોવાની ઈચ્છા જાહેર કરી છે. નુસરત ભરૂચા ફરી એક વાર રણબીરને ટોવેલમાં જોવા ઈચ્છે છે.
આઈફા અવોર્ડ્સનો નવો પ્રોમો હાલમાં જ રિલીઝ થયો છે. આ પ્રોમોમાં શોના હોસ્ટ આયુષ્માન ખુરાના એક્ટર્સથી સવાલ પૂછતા નજરે દેખાઈ છે. આયુષ્માન પહેલો સવાલ વિકી કૌશલને પૂછે છે કે, ‘બિગ બૉસના ઘરમાં કોને જોવા ઈચ્છો છો?’ આના જવાબમાં વિકી કહે છે. ‘હું રણવીર સિંહને જોવા ઇચ્છુ છુ, મને જોવું છે કે આ ઘર તેમને કઈ રીતે રોકી શકે છે.’
ત્યારબાદ આયુષ્માન નુસરતને પૂછે છે કે, ‘બિગ બૉસના ઘરમાં કોને ટોવેલમાં જોવા ઈચ્છે છે?’ આના પર નુસરત કહે છે, ‘બોલું… રણબીર કપૂર’. ત્યારે આયુષ્માન તેને યાદ અપાવે છે, ‘આલિયા અહીં જ બેસી છે’. આયુષ્માનની આ વાત પર આલિયા પણ આંગળી ઉપર કરીને રિએક્શન આપે છે.
તમને યાદ જ હશે રણબીર તેની પહેલી ફિલ્મ ‘સાંવરિયા’ માં ટોવેલમાં નજર આવ્યો હતો. તેનો આ અવતાર એ સમયે ખુબ જ ફેમસ પણ થયો હતો.
