પાકિસ્તાનથી આવેલી તીડોએ ગુજરાતના ખેડૂતોના ખેતરમાં હુમલો બોલ્યો છે બનાસકાંઠાના 101 જેટલા ગામોમાં તીડે હુમલો કર્યો છે. ત્યારે ત્યારે ગુજરાત સરકારના કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પૂનમચંદ પરમારે તીડના આક્રમણ સામે સરકારે લીધેલ પગલા અંગે માહિતી આપી હતી .

અધિક મુખ્ય સચિવે જણાવ્યું કે, બનાસકાંઠાના 101 ગામોમાં તીડએ હુમલો કર્યો છે. જેમાં વાવ, સુઈગામ, દાતા, દાતીવાડા, વડગામ, રાડકા ઘણા બધા પોકેટમાં સરકારે દવા છાંટવાની કામગીરી કરી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ટીમ સતત કાર્યરત છે. ભારત સરકારની દવાઓ સાથે ૧૯ ટીમ કામ કરે છે. રાત્રે દવાનો ઉપયોગ કરીએ તો તે અસરકારક ન થાય, પણ સવારે છંટકાવ કરવામાં આવે તો તે અસર કરશે.

તો બીજી તરફ કૃષિ વિભાગના સચિવએ કહ્યું કે ચાર દિવસમાં તીડના આક્રમણ પર નિયત્રંણ કરવામાં આવશે। થરાદમાં ચાર દિવસમાં તીડને નિયંત્રણ કરવામાં આવશે. વધારે સલામતીને ધ્યાનમાં રાખી હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં નથી આવતો. જરૂર પડે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. 6 લાખથી વધુ ખેડૂતોને 444 કરોડની સહાય કૃષિ રાહત પેકેજમાં ચૂકવવામાં આવ્યા છે. આગામી 31 ડિસેમ્બર સુધીમાં અરજી કરનાર તમામ ખેડૂતોને ચૂકવી દેવામાં આવશે.
તેઓએ આગળ જણાવ્યું કે, તીડનું આયુષ્ય 80 દિવસનું હોય છે. તીડનો વિસ્તાર ખુબ મોટો છે. ત્યારે બનાસકાંઠામાં આવેલા તીડની ઉંમર 20 થી 30 દિવસની છે, એટલે તે યુવા વયના તીડ છે તેવુ કહી શકાય.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.