અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા ટ્રમ્પ 24 અને 25 ફેબ્રુઆરીના રોજ ભારતના પ્રવાસે છે. તેઓ 24એ અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમથી સીધા ગાંધીની મુલાકાત લેશે. જેને લઇ ગાંધી આશ્રમમાં પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે પણ વિવિધ દેશના વડા ગુજરાત કે અમદાવાદની મુલાકાતે આવતા હોય છે, ત્યારે ગાંધી આશ્રમ અચૂક આવે હોય છે અને રેંટિયો કાંતે છે. જેને લઇ સરકાર દ્વારાઆશ્રમમાં આવેલા હૃદયકુંજમાં રેટિંયો કાંતવા અંગેની તૈયારીઓ કરવામાં આવી રહી છે.

ગાંધીઆશ્રમ ડોનાલ્ડ ટ્રમ્પ, ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી અંદાજે 30 મિનિટ રોકાવવાના છે. મોદી અને ટ્રમ્પ આવીને સીધા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવશે. હૃદયકુંજની પાછળ એક સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જ્યાં 10 મિનિટ પ્રાર્થના સભા કે અન્ય કાર્યક્રમનું આયોજન કરાયું છે. ત્યાર પછી હૃદયકુંજ જશે, જ્યાંથી રિવરફ્રન્ટનો નજારો જોશે તેમજ મ્યુઝિયમની પણ મુલાકાત કરશે.
પીએમ મોદી અને ટ્રમ્પનું સુતરની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવશે. આશ્રમ તરફથી તેઓને ચરખો અને કોફી ટેબલ બુક ભેટ આપવામાં આવશે. આ બુકમાં ગાંધીજીના જન્મથી મૃત્યુ સુધીની કહાની ત્રણ ભાષા ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી ભાષામાં લખવામાં આવી છે.જ્યારે મેલેનિયા ટ્રમ્પને ખાદીની શાલ આપવામાં આવશે.
