Most Viewed

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

20/06/2022
અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

20/06/2022
“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

“ફાઇટ કોવિડ પ્રોટેક્ટ ચિલ્ડ્રન” : વિવિધ ફ્લૂ સામે કેવી રીતે તમારા બાળકોને રાખશો સુરક્ષિત ?

13/06/2022
CMA Surat Nenty Shah

CMA દ્વારા કોસ્ટ મેનેજમેન્ટને પ્રાધાન્ય આપવા નવા કોર્ષ શરૂ કરવામાં આવ્યા, રોજગારીની તકો વધશે, જાણો શું છે વિશેષતા

13/06/2022
Kiran Hospital Surat

કિરણ હોસ્પિટલમાં અભિનેતા સોનુ સુદની ભલામણ બાદ બિહારની 4 હાથ અને 4 પગ ધરાવતી ચહુમુખીનું ઓપરેશન સફળ રીતે થયું

13/06/2022
SRK Group News Aayog

રામકૃષ્ણ એક્સપોર્ટ દ્વારા પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી, 300 વીઘા જમીનમાં એક લાખ વૃક્ષો વાવ્યા

10/06/2022
એલ. પી. સવાણી ગ્રુપ

ધો-10 બોર્ડ પરીક્ષામાં એલ.પી.સવાણી ગૃપ ઓફ સ્કૂલ્સની મોટી સફળતા, A1 ગ્રેડમાં 72 અને A2 ગ્રેડમાં 220 વિદ્યાર્થીઓ

10/06/2022
vidyakul application News Aayog

વિદ્યાકુલ એપ્લિકેશન બની સફળતાની ચાવી : એપ્લિકેશનના માધ્યમથી અભ્યાસ કરી 95+ ગુણ મેળવ્યા

10/06/2022
આર્સેલરમિત્તલ નિપ્પોન ઈન્ડિયા

રોડ કન્સ્ટ્રક્શનના ક્ષેત્રે નવા યુગની શરૂઆત : AM/NS ઈન્ડિયા હજીરાથી સ્ટીલ સ્લેગ ભરેલી 18 ટ્રક રવાના કરાઈ

08/06/2022
Adani Foundation NewsAayog

મુંદ્રા APSEZની પ્લાસ્ટિક વેસ્ટ ક્લેક્શનની પહેલને રાજ્ય સરકારે વિશ્વ પર્યાવરણ દિવસે સન્માનીત કરી

07/06/2022
Load More
Retail
Wednesday, March 22, 2023
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine
No Result
View All Result
News Aayog
No Result
View All Result

દેશમાં સૌથી ઝડપી માત્ર 75 દિ’માં સાડા ત્રણ કિ.મી.ના રન-વેનું કામ પૂર્ણઃ અમદાવાદ સરદાર પટેલ એરપોર્ટે રાષ્ટ્રીય વિક્રમ સ્થાપ્યો

14/04/2022
in Gujarat, Latest News
RUNWAY ADANI

YOU MAY ALSO LIKE

ટીઆરએ બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ મૂજબ વર્ષ 2022માં વાઘ બકરી ટી ભારતની સૌથી વિશ્વસનીય ટી બ્રાન્ડ

અવધ યુટોપિયાના સભ્યોએ બોલિવૂડ દિવા અને યોગા પ્રેક્ટિશનર મલાઈકા અરોરા સાથે યોગ દિવસની પૂર્વ ઉજવણી કરી

  • કોઇપણ બ્રાઉન ફિલ્ડ રન-વે ઉપર રોજના ફક્ત ૯ કલાકના વપરાશમાં વેગવાન કામગીરી કરી
  • બાકીના ૧૫ કલાકમાં આ રન-વે ઉપર સરેરાશ ૧૬૦ ફ્લાઇટનું સંચાલન થયું
  • વિક્રમ જનક અઢી માસના ગાળામાં બે લાખ મેટ્રિક ટન ડામર પાથર્યો
    ૨૦૦ કિ.મી. રોડના બાંધકામ જેટલું કામ ૭૫ દિ’ના ૬૭૫ કલાકમાં સંપ્પ્ન કરાયું
  • ૪૦ માળના બિલ્ડીંગને લગોલગ આ કામમાં ૪૦ હજાર ક્યુબિક મીટર કોંક્રિટ સામેલ છે
  • હવે સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટના રનવેમાં ટેક્સી માર્ગોને સાંકળી લેતી આશરે ૪૦ કિ.મીની નળી સાથેની સંપૂર્ણ લાઇટીંગ સિસ્ટમનો ઝગમગાટ
    આ લાઇટીંગ સિસ્ટમ એક જિલ્લાના ૧૨ થી ૧૩ ગામોની વીજ વ્યવસ્થા બરાબર છે
  • વિક્રમરુપ સમયમાં આ પ્રોજેકટને આખરી ઓપ આપવામાં ૧૦ લાખ સલામત માનવ દિન સાથે ૬૦૦ કાર્યદક્ષ કર્મીઓની ટીમે રંગ રાખ્યો
  • ચાલુ ઉનાળામાં અમદાવાદથી વધુ ઉડ્ડયનો
RUNWAY ADANI

અમદાવાદ તા. 14 એપ્રિલ,૨૦૨૨: અદાણી સમૂહ દ્વારા સંચાલિત અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકમાં સાડા ત્રણ કિ.મી.લાંબા રનવેના રીકાર્પેટીંગની કામગીરી માત્ર ૭૫ દિવસના વિક્રમજનક ગાળામાં પૂર્ણ કરી છે. આ સમયગાળો ભારતના સમગ્ર બ્રાઉન ફિલ્ડ રનવેમાં સર્વશ્રેષ્ઠ છે. 

અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથક કોવિડના સમય પૂર્વે દરરોજની ૨૦૦ ફ્લાઇટની અવરજવરથી ધમધમતું ગુજરાતનું સૌથી વ્યસ્ત મથક છે. નિયત ફ્લાઇટ્સના સમયપત્રકને અસર કર્યા વિના રનવેના રીકાર્પેટીંગની કામગીરી ફક્ત નવ કલાકના ’નોટમ’ (નોટીસ ટુ એરમેન)નો ઉપયોગ કરી માળખાકીય ક્ષેત્રમાં કામગીરીનો બહોળો અનુભવ ધરાવતા અદાણી ઉદ્યોગ સમૂહની અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.એ પડકારને ઝીલી લઇ હલ કર્યો છે.આ પ્રોજેક્ટ પૂર્ણતાને આરે લઇ જવા માટે માત્ર ૭૫ દિવસ કંપનીએ લીધા હતા. દિવસના બાકીના ૧૫ કલાક દરમિયાન સરેરાશ રોજની ૧૬૦ ફ્લાઇટ્સ માટે સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટે રનવે ખુલ્લો રાખવામાં આવ્યો હતો.

RUNWAY ADANI

આ રનવે માટે ૨૦૦ કિ.મી.ના રોડની લગોલગ જથ્થામાં ડામર પાથરવામાં આવ્યો છે જ્યારે ૪૦ મજલાની ઇમારતમાં વપરાય તેટલી કોંક્રીટનો ડ્રેનેજ સિસ્ટમ માટે ઉપયોગ કરવામાં આવ્યો છે.

RUNWAY ADANI

અગાઉ ૧૦ નવેમ્બર ૨૦૨૧થી શરુ થયેલા આ પ્રોજેક્ટ માટે કામકાજના ૨૦૦ દિવસનું આયોજન હતું. પરંતુ કંપનીની માળખાકીય કામકાજના અનુભવની ક્ષમતા અને તેમાં નિરંતર સુધારા કરવાના પ્રયાસો તેમજ પ્રવાસી જનતાને હાલાકી ઓછી પડે તે બાબતને ટોચની અગ્રતા આપીને અદાણી સમૂહે તેના ૨૦૦ દિવસના લક્ષ્યને ઘટાડી સંસાધનોમાં ઉમેરો કરી અડધાથી પણ ઓછા ૯૦ દિવસ કર્યા હતા. કંપનીના આ પ્રયાસોમાં સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકની ઉત્સાહી ૬૦૦ ઉદ્યમી કર્મચારીઓની ટીમનો જુસ્સો અને ૨૦૦ જેટલા અત્યાધુનિક સાધનોની શક્તિના પ્રચંડ સહયોગથી આ પડકારજનક કામગીરી ૧૦ લાખ સુરક્ષિત માનવ કલાકોમાં તેની પૂર્ણતાના આખરી મુકામે ફક્ત ૭૫ દિવસમાં પહોંચી હતી.

અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથકના રનવેના રીકાર્પેટીંગની વિક્રમરુપ કામગીરીનું અદકેરું મહત્વ એટલા માટે છે કે ભારતના મુંબઇ, કોચી, નવી દિલ્હી, બેંગાલુરુ અને હેદ્રાબાદ બ્રાઉન ફિલ્ડ એરપોર્ટ વધારાના રનવે હાથવગો હોવાથી તેઓ પાસે વધુ સમય ઉપલબ્ધ રહે છે.

RUNWAY ADANI

અદાણી સમૂહે નવેમ્બર-૨૦૨૦માં એસવીપી આંતર રાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન સંભાળ્યું ત્યારે અદાણી એરપોર્ટ હોલ્ડીંગ લિ.ને રનવેની ગુણવત્તા ઉચ્ચ ધોરણને અનુરુપ નહી હોવાનું તેમજ ડ્રેનેજ રનવેને અવરોધક હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. રનવે રીકાર્પેટીંગનો પ્રોજેકટ ઉદ્યોગોના ધોરણો અનુસાર ત્રણ કેલેન્ડર વર્ષમાં બે તબક્કામાં પૂર્ણ કરવાનો અંદાજ રાખવામાં આવ્યો હતો. પરંતુ કંપનીએ સમગ્ર કામગીરી શક્ય તેટલા ઓછા સમયમાં પૂરી કરવાનો પડકાર ઝીલી લીધો હતો.

વધુમાં એરપોર્ટ ખાતે અન્ય કામોનું અપગ્રેડેશન પણ પુરું કરવામાં આવ્યું છે. એરપોર્ટના રનવેથી લઇ ટેક્સી માર્ગોને સાંકળતી એરફિલ્ડ લાઇટીંગ સિસ્ટમનો ઝગમગાટ એક અલગ નજરાણું બનીને સરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય એરપોર્ટની શોભામાં અભિવૃધ્ધિ કરે છે. આ લાઇટીંગ સિસ્ટમ સમગ્ર જિલ્લાના ૧૨થી ૧૪ ગામોની વીજળી લાઇનની સમકક્ષ છે.

ઉલ્લેખનિય છે કે અદાણી સમૂહની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની ૧૦૦ ટકા પેટા કંપની તરીકે અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્ઝ લિ.માં ૨૦૧૯માં સામેલ કરવામાં આવી હતી. સંકલિત આંતરમાળખું અને પરિવહન લોજીસ્ટિક્સમાં વિશ્વમાં મોખરાનું સ્થાન મેળવવાની તેની દ્રષ્ટીને અનુરુપ અદાણી સમૂહ એરપોર્ટ ક્ષેત્રમાં પ્રવેશીને દેશના ૬ વિમાની મથકના સંચાલન, વ્યવસ્થાપન અને વિકાસ માટે ઉંચી બિડ કરનાર તરીકે ઉપસી આવ્યું હતું. અને અમદાવાદ, લખનૌ, મેંગલુરુ, જયપુર, ગૌહતી અને થિરુવનંતપુરમ એરપોર્ટ મળી ૬ એરપોર્ટ માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીઆ સાથે કન્સેસન એગ્રીમેન્ટ કર્યા છે. અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ.મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.માં ૭૩ ટકા હિસ્સો પણ ધરાવે છે જ્યારે તેની સામે નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિ.માં ૭૪ ટકા હિસ્સો ધરાવે છે. તેના પોર્ટફોલિઓમાં આઠ વિમાનીમથકોના વ્યવસ્થાપન અને વિકાસ સાથે અદાણી એરપોર્ટ હોલ્ડીંગ્સ લિ. ભારતની સૌથી મોટી એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે જેનો ફુટફોલ ભારતના ૨૫ ટકા પ્રવાસી અને ૩૩ ટકા એર કાર્ગો ટ્રાફિક ક્ષેત્રમાં છે

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો

Tags: News aayogNews Aayog Suratnews gujaratinews in gujaratiNews online in GujaratiNewsAayogઅદાણી ગ્રુપઅમદાવાદઅમદાવાદ ના તાજા સમાચારઅમદાવાદના સમાચારઆજના તાજા સમાચારઆજના તાજા સમાચાર ગુજરાતીઆજના મુખ્ય સમાચારઆજના સમાચારરન-વેસરદાર વલ્લભભાઇ પટેલ આંતર રાષ્ટ્રીય વિમાની મથક
ShareTweetSend

“સત્ય, તટસ્થ અને દ્રઢતા”ના સંકલ્પ સાથે હવે પંચ બેઠું છે પ્રજા સાથે.

“News Aayog” ખોટાને અરીસો બતાવશે કેમકે નિયમોના મનઘડત અર્થઘટનો નથી મંજૂર. શિક્ષણ, ટેકનોલોજી, વેપાર ઉદ્યોગને પ્રોત્સાહન મળે એ દિશામાં આગળ વધશે કેમકે પ્રગતિ અને સુખાકારી એ અંતિમ સત્ય છે.

Important Links

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.

No Result
View All Result
  • Aayog Round up
    • International
    • National
      • Budget 2021
  • Aayog Inlights
    • Gujarat
    • Surat
  • Aayog દ્રષ્ટિકોણ
  • Edu-Aayog
  • Khel Aayog
  • Big Deal
  • રસપ્રદ વાતો
  • Vomaniya
  • Entertainment
  • Hindi
  • e-Magazine

© 2020-2022 News Aayog. All Rights Reserved - Designed & Developed By: Jemistry Info Solutions LLP.