કોરોના વચ્ચે અમદાવાદમાં (Ahmedabad) દુ:ખદ ઘટના બની છે. હોસ્પિટલમાં ગત મધરાતે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. નવરંગપુરાની શ્રેય હૉસ્પિટલમાં (Shrey Hospital) ભીષણ આગ લાગી છે. ખાનગી કોવિડ હૉસ્પિટલમાં (Covid Hospital) આગ લાગવાથી 8 દર્દીઓનાં મોત નીપજ્યા છે.
કયારે બની હતી ઘટના?
આઈસીયુમાં (ICU) દાખલ 8 દર્દીઓનાં આગને કારણે મૃત્યુ નીપજ્યા છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ આ હૉસ્પિટલમાં સારવાર લઇ રહેલા 35 દર્દીઓને અન્ય હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. રાતે 2.30 કલાક આ આગ લાગવાના સમાચાર સામે આવ્યાં છે.

જોકે ફાયર વિભાગ આ અંગે તપાસ કરી રહ્યું છે. આ હોસ્પિટલને ફાયરનું એનઓસી મળ્યું હતું કે કેમ તે પણ તપાસનો વિષય છે. હાલમાં આરોગ્ય સચિવ જયંતિ રવિ ઘટના સ્થળે પહોંચ્યા છે. તેઓએ જણાવ્યું કે, સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે તેની પણ તપાસ થશે.
પ્રારંભિક માહિતી પ્રમાણે મોડી રાતે આશરે 2.30 વાગે ખાનગી કોવિડ હૉસ્પિટલમાં ચોથે માળે જ્યાં આઇસીયુ છે ત્યાં ભીષણ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેની 15 મિનિટ બાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. આ હૉસ્પિટલમાં કોઇ જ ફાયર સેફ્ટી ન હતી. આ ગોઝારી ઘટનામાં 5 પુરૂષ અને 3 મહિલા દર્દીઓ આઇસીયુમાં જ બળીને ભડથું થઇ ગયા છે. આ ઉપરાંત એક પેરામેડિલ સ્ટાફ ઇજાગ્રસ્ત થયો છે. જેમને વી.એસ હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.
આ 8 મૃતક દર્દીઓનું પંચનામુ થશે જે બાદ જ આ લોકોનાં મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવશે. એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ફાયર વિભાગની 1 ફાઇટર, 1 ટેન્કર, એક ઇમરજન્સી ટેન્કર અને હાઇડ્રોલિક ઘટના સ્થળે પહોંચીને આગ બુઝાવી દીધી છે.
મૃતકોના નામ
- આયશાબેન એમ. તીરમિઝી, ઉ.વ.51, રહે- ડી-4, આલીફ એપાર્ટમેન્ટ, જૈન મર્ચન્ટ, પાલડી2. મનુભાઇ ઇશ્વરલાલ રામી, ઉ.વ. 22, રહે- 42, આર. એમ.એસ સોસાયટી, મેમનગર
- જ્યોતિબેન વિષ્ણુભાઇ સિંધી, ઉં.વ. 55, રહે- રાધે બંગલોઝ, રામરોટી રોડ, સિંઘી રોડ, ખેરાલુ, વિસનગર, મહેસાણા
- અરવિંદભાઇ ભાવસાર, ઉ.વ. 78, રહે-ઈ-17, અક્ષત એપાર્ટમેન્ટ, મેમનગર
- નરેન્દ્રભાઇ એન. શાહ, ઉ.વ. 61, શેઠ ફલી, ખરાકુવા, ધોળકા
- લીલાવતીબેન ચંદ્રકાંત શાહ, ઉ.વ. 72, રહે- ધરણીધર ટાવર, વાસણા
- આરીફ અબ્દુલભાઇ મન્સુરી, ઉં.વ 42, રહે- ન્યુરેદલહી સોસાયટી, સોનલ સિનેમા, વેજલપુર
- નવનીતલાલ. આર. શાહ, ઉ.વ. 80, રહે- શેઠ ફલી, ખારકુવા, ધોળકા
