દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે લોકડાઉનનો પાલન કરાવવા દેશમાં ઠેકઠેકાણે પોલીસ ગોઠવવામાં આવી છે. ત્યારે પોતાની ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે સતત લોકો ઘર્ષણમાં ઉતરી રહ્યાં છે. આવા સમયે અમદાવાદમાં ગોમતીપુરમાં પોલીસ પર પથ્થરમારાનો કરવામાં આવ્યો.
ટોળા વિખેરવા ગયેલ પોલીસ પર પથ્થરમારો

રાજ્યમાં પોલીસ દ્વારા સીસીટીવી અને ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. ત્યારે કેમેરામાં ગોમતીપુરમાં જાણવા મળ્યું કે લોકોના ટોળા ભેગા થયા છે તેના અળધારે પોલીસ ટોળા વિખેરવા ગઈ હતી. પોલીસ દ્વારા 4 લોકોની અટકાયત કરવામાં આવી હતી જેને લઇ પોલીસ પર લોકોએ પથ્થર મારો કર્યો હતો. આ ઘટનામાં એક કોન્સ્ટેબલને ફ્રેક્ચર થયું છે. ત્યારબાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડતા થયા હતા. સમગ્ર વિસ્તારમાં કડક પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે.
રાજ્યમાં અમદાવાદ કોરોનાનું હોટ-સ્પોટ
હાલ રાજ્યમાં અમદાવાદ કોરોના વાયરસનું કેન્દ્ર બનેલું છે. અમદાવાદમાં આજે નવા 8 કેસો નોંધાયા છે જેની સાથે અમદાવદમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો 31 થયો છે. અને રાજ્યમાં કુલ 82 લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે અને 6 લોકોના મોટ થયા છે.
આ પણ વાંચો : નહિ લંબાઈ લોકડાઉનના દિવસ!! રેલવે અને એરલાઇન્સે કર્યું બુકીંગ શરુ
