ગૃહિણીઓ માટે ચિંતાની વાત સામે આવી છે કે સાવરણીથી પણ કોરોના ફેલાવાનો ખતરો છે. એઈમ્સ(AIIMS)ના એક ડોક્ટરે દાવો કરતાં કહ્યું કે સાર્વજનિક સ્થાનો પર સાવરણી લગાવવાથી સંક્રમણ ફેલાઈ શકે છે એટલા માટે આવા સ્થળોની સફાઈ માટે વેક્યુમ ક્લિનરનો પ્રયોગ કરવો જોઈએ.
વાયરસ કોઈ પણ સપાટી પર ત્રણથી પાંચ દિવસ રહે છે

એઈમ્સના સર્જરી વિભાગના સુપ્રિ. ડો.અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે સાવરણીનો ઉપયોગ અને ખુલ્લામાં કચરાને રાખવો કોરોના સંક્રમણને ફેલાવા માટે ઘણાં મદદગાર થાય છે. આ વાયરસ કોઈ પણ સપાટી પર ત્રણથી પાંચ દિવસ સુધી રહે છે. સંક્રમિત દર્દી જો ક્યાંય છીંક ખાય છે અથવા ઉધરસ ખાય છે તો તેના શરીરમાંથી નીકળનારા વિષાણુના કણ આસપાસના સપાટી ઉપર પડે છે.
સાવરણીની જગ્યાએ વેક્યુમ ક્લિનરનો ઉપયોગ

સાવરણી લગાવવા દરમિયાન આ કણ ધૂળ-માટીમાં ફેલાઈ જાય છે. એ દરમિયાન જો કોઈ વ્યક્તિ ત્યાંથી પસાર થાય છે તો આ વાયરસ શ્વસન તંત્ર મારફતે એ માણસના શરીરમાં પ્રવેશ કરી જાય છે. ડો.શ્રીવાસ્તવે અપીલ કરી કે 2 ઓક્ટોબરે સ્વચ્છતા અભિયાન દરમિયાન સાવરણીની જગ્યાએ વેક્યુમ ક્લિનરનો ઉપયોગ કરવો જોઈએ.
આ પણ વાંચો : સુરત શહેરમાં કોરોનાનો આંકડો 20 હજાર નજીક, જાણો શું છે વિવિધ ઝોનોની સ્થિતિ ?
કોવિડ સાથે જોડાયેલા કચરા ખુલ્લામાં ન ફેંકવા
તબીબોના જણાવ્યા મુજબ લોકો કોવિડ સાથે જોડાયેલા કચરા જેમ કે માસ્ક, ગ્લ્વઝ, પીપીઈ કિટ વગેરેને ખુલ્લામાં ન ફેંકે. કચરાને એક બેગમાં પેક કરીને ત્રણ દિવસ માટે સાઈડમાં મુકી દે. આ પછી જ કચરાને યોગ્ય સ્થળે નિકાલ કરે તે હિતાવહ છે. આવું કરવાથી કચરો એકત્ર કરનારા લોકો પણ કોરોનાથી બચી શકશે.
આ પણ વાંચો : ગોંડલ સંપ્રદાયના પૂજ્ય પ્રભાબાઈ મહાસતીજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
