દેશમાં છેલ્લા 24 કલાકમાં એક દિવસમાં સૌથી વધુ 75 હજારથી વધુ કેસ નોંધાયા જેની સાથે કુલ આંકડો 33 લાખ પર પહોંચ્યો છે. ત્યારે આગળ સામે આવેલ એક રિપોર્ટ મુજબ ઘણા લોકોને કોરોના(Corona)થી સારા થયા પછી ફરી હોસ્પિટલ(Hospital)માં દાખલ થવું પડી રહ્યું છે. જેની કારણ છે કોરોનાની અસર(Corona Effect). જે અંગે દિલ્હી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ(Delhi All India institute of medical science)એ જાણકારી આપી હતી.
માત્ર ફેફ્સાઓ જ નહિ પરંતુ અન્ય અંગોને પણ કરે છે અસર
દિલ્હી AIIMSના વિશેષજ્ઞોએ બુધવારે જણાવ્યું કે, કોરોના ફક્ત ફેફસાને અસર નથી કરતો પરંતુ બોડીના તમામ અંગોને અસર કરે છે. પ્રારંભિક લક્ષણ છાતીના દુઃખાવાની ફરિયાદથી બિલકુલ અલગ હોઈ શકે છે.તેમણે જણાવ્યું કે, અન્ય અંગોને સામેલ કરવા માટે માત્ર શ્વાસના લક્ષણોના આધારે હલ્કા, મધ્યમ અને ગંભીર શ્રેણીઓમાં કેસોના વર્ગીકરણ પર ફરી વિચાર કરવાની જરુર છે
એવા દર્દીઓ પણ છે જેઓને ફેફસા કરતા અન્ય અંગોમાં વધારે સમસ્યા
દિલ્હી AIIMSના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે અમે કોરોના અંગે મહત્તમ જાણકારી મેળવી છે અને ત્યારે અમે અહેસાસ કર્યો છે કે આ ફેફસા પર પણ પ્રભાવ પાડે છે. આ મૂળ તથ્ય છે કે આ વાયરસ એસીઈ 2 રિસેપ્ટરથી કોશિકામાં પ્રવેશ કરે છે. એટલા માટે શ્વાસ નળી અને ફેફસામાં મોટા પ્રમાણમાં હોય છે. પરંતુ તે અન્ય અંગોમાં પણ હોય છે અને આ અંતર્ગત તે અન્ય અંગોને અસર કરે છે. તેમણે જણાવ્યું કેટલાક એવા દર્દીઓ છે જેઓના ફેફસા કરતા અન્ય અંગોમાં વધારે સમસ્યા છે. વિશેષજ્ઞોએ ઘણા એવા ઉદાહરણ આપ્યા જેમાં લક્ષણ વગરના દર્દી અથવા હળવા લક્ષણ વાળા દર્દીઓ હોય પરંતુ તેમને ફેફસાની જગ્યાએ અન્ય ગંભીર સમસ્યાઓ હતી.
સપ્તાહિત નેશનલ ક્લીનિકલ ગ્રાઉન્ડ રાઉન્ડ્સમાં ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયા, સ્નાયૂ વિભાગના પ્રમુખ ડૉ. એમ વી પદ્મા શ્રીવાસ્તવ, હૃદય ચિકિત્સા વિજ્ઞાન વિભાગના પ્રોફેસર ડૉ. અંબુજ રાય, મેડિસીન વિભાગના એસોસિએટ પ્રોફેસર ડૉ. નીરજ નિશ્ચલ સહિત સંસ્થાનના વિશેષજ્ઞોને નીતિ આયોગ સાથે મળીને કોરોનાથી ફેફસાઓ પર થનારી સમસ્યાઓ પર ચર્ચા કરી.
