ભારતમાં કોરોના વાયરસને હરાવવા સરકાર ટેસ્ટિંગની સંખ્યામાં વધારો કરી રહી છે. હાલમાં, કોરોનાના ટેસ્ટિંગ માટે નાકમાંથી સેમ્પલ લેવામાં આવે છે. પરંતુ, AIIMSના ડોક્ટર્સે કોરોના ટેસ્ટિંગ માટે નવી પદ્ધતિ શોધી છે. હવે ટેસ્ટ કરાવનાર વ્યક્તિએ એક કપમાં કોગળા કરી તેનું પાણી ફરી કપમાં જ થૂંકવાનું રહેશે. આ પદ્ધતિનું ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચમાં ગાર્ગલિંગ અને સ્વૉબ બંને પદ્ધતિથી કરેલાં ટેસ્ટના પરિણામોનું અવલોકન કરવામાં આવ્યું.

આ રીતે કરવામાં આવ્યો ટેસ્ટ
જેમાં ટીમ દ્વારા કુલ 50 કોરોના પોઝિટિવ દર્દીઓ પર અભ્યાસ કરવામાં આવ્યો. જેમાં દરેક દર્દીઓને એક પાણી ભરેલો કપ આપી તેમાંથી 10થી 15 સેકન્ડ સુધી કોગળા કરી ફરી પાણી તે જ કપમાં થૂંકવા માટે કહેવાયું હતું. ત્યારબાદ આ સેમ્પલના પરિણામોની સ્વૉબના પરિણામો સાથે સરખામણી કરવામાં આવી હતી. આ નવી પદ્ધતિ અનુસાર પણ દરેક દર્દીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આ પણ વાંચો : શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોવા પર શરીર આપે છે આ 6 ચેતવણી…
આ અગાઉ જર્મનીમાં પણ આ પ્રકારનું રિસર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં, 924 હેલ્થ વર્કર્સને રિસર્ચમાં સામેલ કરાયા હતા. આ રિસર્ચ અંગે ઓથરના જણાવ્યા અનુસાર, આ પદ્ધતિ ઓછી ખર્ચાળ છે. આ પદ્ધતિ દ્વારા PPE કિટનો ખર્ચો બચે છે. આ પદ્ધતિ માત્ર હોમ કલેક્શનના સેમ્પલ લેવા માટે જ ઓથર ભલામણ કરે છે. આ પદ્ધતિનો ઉપયોગ બાળકો અને બીમાર વ્યક્તિ પર નથી કરી શકાતો. તેમજ, રિસર્ચના ઓથર અનુસાર, સ્વૉબ પદ્ધતિના કેટલાક ગેરફાયદા છે તેના માટે હાઈ સ્કિલ્ડ મેડિકલ સ્ટાફ જોઈએ છે અને તેમાં સંક્રમણનું જોખમ પણ રહેલું છે. જ્યારે ગાર્ગલ પદ્ધતિમાં કોઈ ખાસ ટ્રેનિંગ કે ઈક્વિપેન્ટની આવશ્કતા હોતી નથી.
