બોલિવૂડમા ખિલાડીના નામથી ઓળખાતા સુપરસ્ટાર અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન મંગલ’ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થવા જઈ રહી છે. જેના પ્રોમોશન માટે તેઓ ICC Cricket World Cup 2019 ના ફાઈનલમા પહોંચી ગયા હતા. દર વખતની જેમ આ વખતે પણ તેઓનું ડ્રેસિંગ સેન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
અક્ષય સફેદ રંગનું શર્ટ,બ્લેક પેન્ટ અને લોફર બૂટમાં જોવા મળ્યા હતા, તેમજ તેમના શર્ટ પર એક કાળા રંગનું ગુલાબ હતું. જે ચર્ચાનું વિષય બન્યું હતું.

મેચ શુરૂ થવા પેહલાં ખિલાડી કુમાર પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ,વીવીએસ લક્ષ્મણ અને પ્રેઝન્ટર જતીન સપરૂ સાથે મસ્તી કરતા નજરે પડ્યા હતા. તેમ જ અક્ષય કુમારે કેટલા દિલચસ્પ સવાલો હરભજન અને વીવીએસને પૂછ્યા. વાતચીત દરમિયાન અક્ષયએ જણાવ્યુંકે એમની ફિલ્મ 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થાય છે અને એજ દિવસે ISRO નું ગઠન કરવામાં આવ્યું હતું જે મારા માટે ખુબજ સૌભાગ્યની વાત છે.
આ પણ વાંચો : જોફ્રા આર્ચર: ‘કભી કભી તો લગતાં હૈ મેં હી ભગવાન હું’, કેમ આ વાત ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર માટે કહેવામાં આવી રહી છે?
હજુ એક અગત્યની વાત જાણવા જેવી એ છે કે 15ઓગસ્ટના દિવસે ફરી એક વાર બોલિવૂડના ‘દેસીબોય્સ’ થિએટરોમાં આમને સામને ટકરાશે સાથે પ્રભાસની બિગ બજેટ વળી ફિલ્મ ‘સાહો’ પણ એજ દિવસે થિએટરમાં જોવા મળશે. જોકે એ સૌથી મોટુ કલેશ માનવામાં આવી રહ્યું છે. હવે જોવાનું રહેશે કે કોણ ઑડીએન્સના દિલ માં રાજ કરવામાં સફ્ળ થશે.
