ગઈ કાલે અમદાવાદમાં સીએએ વિરુદ્ધ પ્રદર્શનમાં હિંસા જોવા મળી હતી અને પોલીસ પર પથ્થર મારો કરાયો હતો ત્યારે બાદ આજે શાંતિમય વાતાવરણ વચ્ચે વડોદરામાં પોલીસ પર પથ્થર મારો થયો હતો જેમાં પોલીસ દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. જે ને લઇ સુરત શહેર પોલીસ પણ હરકત માં છે સુરતમાં પણ 144 લાગુ કરી દેવામાં આવી છે.
સુરત શહેર પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ ગોઠવી દેવામાં આવ્યો છે. શહેરના અઠવાલાઈન્સ, સલાબતપુરા, ઉધના સહિતના વિસ્તારોમાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરવામાં આવી રહી છે. તેમજ પોલીસને હિંસાત્મક ઘટનાનો સામનો અને આવી ઘટના ને કાબુ કેવી રીતે કરવું તે અંગે માહિતી આપવામાં આવી છે પોલીસની સહાયતા માટે પેરામિલેટ્રી ફોર્સની પણ મદદ લેવામાં આવી રહી છે. સરકાર દ્વારા સુરત માટે એક કંપની ફાળવવામાં આવી છે.
શહેરમાં સંપૂર્ણપણે શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. એકપણ સ્થળે કોઈપણ પ્રકારનો કાંકરીચાળો થયો નથી. અનિચ્છનિય ઘટના ન બને તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખોટી અફવાઓમાં આવવું નથી

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.