હાલમાં કોરાનાકાળમાં ફિલ્મો ઓનલાઈન પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે ત્યારે હાલમાં સૌથી વધુ ચર્ચામાં હોય તેવી સડક-2 (Sadak 2) નું ટ્રેલર લોન્ચ થયું છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ (Alia Bhatt),સંજ્ય દત્ત (Sanjay Dutt), આદિત્ય રૉય કપૂર (Aditya Roy Kapoor) છે.
ફિલ્મનું ટ્રેલર જોઇને થ્રિલર અને રોમેન્સનું કોમ્બિનેશન જોવા મળી રહ્યું છે પણ તેની સાથે એક નવું જ રિએક્શન લોકોનું જોવા મળી રહ્યું છે. હાલમાં આ ટ્રેલરને યુટ્યુબ (Youtube) પર 4 લાખથી વધુ લોકોએ જોયું છે (લખાઈ રહ્યું છે ત્યારે) પણ તેના પર લાઈક(Likes) કરતાં ડિસ્લાઈક (Dislike) વઘુ જોવા મળી રહી છે.
શું છે DisLike માટેનું કારણ ?
લોકો સડક-2ના ટ્રેલરથી ખુશ નહીં હોય તેવું લાગી રહ્યું છે. અત્યાર સુધીમાં 47 હજાર લાઈક મળ્યા છે તો 4 લાખ થી વધુ ડિસ્લાઈક જોવા મળ્યા છે. તો કેટલાંક લોકો કોમેન્ટમાં પણ પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જેમાં લોકો સંજ્ય દત્તની એક્ટિંગ તો પસંદ કરી રહ્યા છે પણ ફિલ્મના સ્ટોરીથી નાખુશ જોવા મળી રહ્યા છે.

તો અમુક યુઝર એવું પણ કોમેન્ટ કરી રહ્યા છે કે, આ સંજ્ય દત્ત માટે નથી પણ સુશાંત માટે કરી રહ્યા છે. તો કેટલાંક લોકો નેપોટિઝમના કારણે ફિલ્મના ટ્રેલરને નાપસંદ કરી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. તો કેટલાંક લોકો આને સૌથી વર્સ્ટ (બકવાસ) ટ્રેલર ગણાવી રહ્યા છે. અને પોતાની નારજગી વ્યકત કરી રહ્યા છે.

ક્યારે થશે ફિલ્મ રિલીઝ ?
સડક-2 (Sadak 2) 28 ઓગસ્ટના રિલીઝ થવા જઈ રહી છે. જેને મહેશ ભટ્ટ જ નિર્દેશન કર્યું છે અને ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે. 29 વર્ષ પહેલાં મહેશ ભટ્ટે સડક ફિલ્મ બનાવી હતી અને તે સમયની સુપરહિટ ફિલ્મમાં સ્થાન મેળવ્યું હતું.
