દુનિયામાં હજુ કોરોનાનો પ્રકોપ ખતમ નથી થયો ત્યાં કોરોનાના કારણે છેલ્લા છ-સાત મહિનાથી દુનિયામાં ધર્મસ્થળો બંધ છે, ધાર્મિક તહેવારો નથી ઉજવાતા ત્યારે નેપાળના ધર્મગુરુઓએ દેવી-દેવતાઓના પ્રકોપની ચેતવણી આપી છે. સંક્રમણને લઈને અહીં પણ સરકારે માર્ચથી જ લોકડાઉન લગાવી દીધું હતું અને અનેક પ્રકારની પાબંદીઓ લાદી દીધી હતી. પરંતુ આ પરિસ્થિતિમાં હવે નવા પડકારો નેપાળમાં આવ્યા છે અને આ પડકારો છે.

દેશના ધર્મગુરુઓ અને પુજારીઓની ચેતવણી પ્રતિબંધોના કારણે નેપાળમાં બધા મંદિરો બંધ છે. અધિકારીઓનું કહેવું છે કે ઓકટોબર-નવેમ્બર સુધીમાં અર્થાત દશેરા-દિવાળી સુધી આ પાબંદીઓ હટે તેમ નથી. આ સંજોગોમાં ધર્મગુરુઓ-પુજારીઓએ એવી ચેતવણી આપી છે કે જો તહેવારો ન ઉજવાયા તો દેવી-દેવતાનો પ્રકોપ ઉતરશે. નેપાળમાં દેવી-દેવતાઓના માનમાં ઉજવાતા રથયાત્રા સહિત અનેક ધાર્મિક ઉત્સવો રદ કરાયા છે.
