ભારત સહીત સમગ્ર વિશ્વમાં કોરોના સંકટ ફેલાયેલું છે. કોરોના સંક્રમિત દર્દીઓના શરીરમાં ઓક્સિજનની કમી થઇ જાય છે. શરીરમાં ઓક્સિજનનું ઘટવું ફક્ત કોરોના જ નહિ પરંતુ ઘણા રોગ થવાનું કારણ બને છે. શરીરમાં ઑક્સિજન ઘટવાથી રોગપ્રતિકારક પર અસર થયા છે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ નબળી હોવાથી કોઈ પણ વાયરસ અને બેક્ટેરિયા શરીરમાં ઝડપથી પ્રભાવિત થઇ શકે છે.

ઑક્સિજનનું પ્રમાણ ઘટવાના લક્ષણ
- શરીરમાં ઑક્સિજન ઓછું થતા શરીરની નિયમિત ક્રિયાઓ માટે જરૂરી ઑક્સિજન નથી મળી શકતું.
- શરીરમાં થાકનો અનુભવ થવો, શ્વાસ લેવામાં મુશ્કેલી, બ્લડ સર્ક્યુલેશનની ગતિ ધીમી થવી અને ગભરામણ થવું.
આ બીમારીઓ થઇ શકે છે
- ઑક્સિજનનું પ્રમાણ ઘટતા બ્રેઇન ડેમેજ અને હાર્ટ અટેક પણ થઇ શકે છે.
- શુગરના દર્દીઓમાં શુગર અચાનકથી વધી શકે છે, જે જીવલેણ સાબિત થઇ શકે છે.
- શરીરમાં થાયરોઇડ હૉર્મોનનું સંતુલન ખોરવાઇ જાય છે.
- થાયરોઈડનું સ્તરમાં ખૂબ જ વધી વધી શકે છે અથવા તો ખૂબ જ વધારે ઘટી શકે છે. તેના કારણે Hypothyroidism અને Hyperthyroidismની સમસ્યા સર્જાઈ શકે છે.
ઑક્સિજનના ઘટવાનું કારણ
- શરીરમાં ઑક્સિજન ઘટવુંએ વ્યક્તિની લાઇફસ્ટાઇલ પર આધાર રાખે છે.
- ફિઝિકલ એક્ટિવિટીની ઓછી હોવી અથવા વધુ પડતો શારીરિક શ્રમ
- યોગ્ય ડાયેટ ન લેવાથી
- ભોજનમાં આયર્નનું પ્રમાણ ઓછું તેવું ભોજન લાંબા સમય સુધી લેવું
- કારણ કે, શરીરમાં ઑક્સિજનના પ્રવાહ માટે આયર્ન કાર્ય મહત્ત્વપૂર્ણ છે.
આ પણ વાંચો : એરલાઈન્સનાં ભોજન પીરસવાની તૈયારી પણ ભાણું બદલાઈ જશે
